For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકાઃ રિક્ટર સ્કેલ પર 4.0 તીવ્રતા

Updated: Feb 20th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2019, બુધવાર

રાજધાની દિલ્હી સહિત NCRના ઘણાં વિસ્તારોમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.

દિલ્હી સહિત પશ્ચિમ ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યાં હતાં. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ ઉત્તરપ્રદેશનું બાગપત હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનું એપિસેન્ટર જમીનથી પાંચ કિલોમીટર નીચે હતું. હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલનું નુકસાન થયાના સમાચાર નથી.

બુધવારે માત્ર દિલ્હી-NCR જ નહીં પરંતુ દુનિયાના બીજા દેશોમાં પણ ભૂકંપના આંચકા આવ્યાં હતાં. તઝાકિસ્તાન અને અમેરિકાના કેટલાંક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. અમેરિકાના બ્લફડેલ ખાતે 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.

Gujarat