જખૌ પાસે દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જેલમાંથી ચાલતું હતું નેટવર્ક


- ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં IMBL પાસેથી ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીઓને પણ ઝડપી લેવાયા

કચ્છ, તા. 14 સપ્ટેમ્બર 2022, બુધવાર

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી આશરે 200 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 

જેલમાંથી ચાલતું હતું નેટવર્ક

જાણવા મળ્યા મુજબ પંજાબની કપૂરથલા જેલમાં બંધ એક નાઈજીરિયન દ્વારા ડ્રગ્સનો આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો. આમ જેલમાંથી જ ડ્રગ્સનું મોટાપાયે નેટવર્ક ચલાવાઈ રહ્યું હોવાનો ખુલાસો થયો છે. 

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભારતીય જળસીમાની 6 માઈલ અંદરથી એક પાકિસ્તાની બોટને 40- કિગ્રા ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. ICGની 2 ફાસ્ટ એટેક બોટે ગુજરાતમાં જખૌ કિનારે 33 નોટિકલ માઈલ દૂરથી IMBL પાસેથી ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. 

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓને પણ ઝડપી લીધા છે. 

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસે એક વર્ષમાં 450 સ્થળે દરોડા પાડી 6500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ

City News

Sports

RECENT NEWS