For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીમાં ગઠબંધન માટે કોંગ્રેસને મનાવીને થાક્યા, પરિણામ શૂન્ય : કેજરીવાલ

- દિલ્હીની સાત બેઠક પર ભાજપને હરાવવાનો હેતુ

- આપ અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો ભાજપ દિલ્હીમાં હારે

Updated: Feb 21st, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

અરવિંદ કેજરીવાલના જણાવ્યા મુજબ દિલ્હીની સાત બેઠકો પર ભાજપને હરાવવા માટે ગઠબંધન સાધવા આમ આદમી પાર્ટીના નેતાઓએ કોંગ્રેસ પાર્ટીને ખૂબ સમજાવી પરંતુ તેઓ આ માટે તૈયાર નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મતે જો ગઠબંધન શક્ય બને તો દિલ્હીની સાતેય લોકસભા બેઠક પર ભાજપને હરાવી શકાય.

આગામી લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન સાધશે તેવી ચર્ચાઓ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે જ પૂર્ણવિરામ મુક્યું છે.

બુધવારે કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીની સાત બેઠકો પર ભાજપને હરાવવા માટે ગઠબંધન સાધવા આમ આદમી પાર્ટીના નેતાઓએ કોંગ્રેસ પાર્ટીને ખૂબ સમજાવી પરંતુ તેઓ આ માટે તૈયાર નથી. સાથે જ તેમણે કહ્યું કે મતોની વહેંચણીથી બચવા માટે ભાજપના દરેક ઉમેદવાર સામે માત્ર એક જ ઉમેદવાર હોવો જોઈએ. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીની સાતેય બેઠક પર ભાજપનો વિજય થયો હતો.  

ચાંદની ચોકમાં યોજાયેલી એક જનસભાને સંબોધતી વખતે કેજરીવાલે કોંગ્રેસ ગઠબંધન માટે તૈયાર ન હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે જ તેમણે કોંગ્રેસ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભાજપને જીતાડવા માંગે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે સભામાં ઉપસ્થિત લોકોને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન થવું જોઈએ કે નહીં તેવો સવાલ કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું કે જો મને વિશ્વાસ બેસેે કે કોંગ્રેસ દિલ્હીમાં ભાજપને હરાવી દેશે તો હું સાતેય બેઠક છોડી દેવા માટે તૈયાર છું.કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પર નિશાન તાકતા કહ્યુ હતું કે જો ભાજપ ફરીથી સત્તા પર આવશે તો દેશ પોતાનું બંધારણ અને લોકશાહી ખોઈ બેસશે.

તેમણે જે લોકોમાં દેશનું સારું કરવાની ભાવના છે તેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા આમ આદમી પાર્ટીને મત આપવો જોઈએ અને મતની વહેંચણી થતા અટકાવવી જોઈએ તેવી અપીલ કરી હતી. સાથે જ તેમણે લોકોને ટકોર કરી હતી કે ગઈ વખતે તમે લોકોએ ૧૨ ધોરણ પાસ એક વ્યક્તિને વડાપ્રધાન બનાવી દીધેલી પરંતુ આ વખતે તેવી ભૂલ ન કરતા. 

જાણવા મળ્યા મુજબ એનસીપી નેતા શરદ પવારના નિવાસ સ્થાને યોજાયેલી વિપક્ષી નેતાઓની બેઠકમાં ચૂંટણી પહેલા ગઠબંધન કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કેે દિલ્હીમાં ત્રિકોણીય મુકાબલો છે અને જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થાય તો તેનો સીધો ફાયદો ભાજપને થશે.

Gujarat