For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોંગ્રેસ સાથે ગઠબંધન પર અરવિંદ કેજરીવાલે વિરામ લગાવ્યો

Updated: Feb 14th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન પરની રાજકિય અટકળો પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિરામ લગાવ્યો છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સાથે ગઠબંધન માટે કેટલી સહમતી થઇ તેના પર કેજરીવાલે કહ્યું કે, હજુ તે દિશામાં કોઇ સહમતિ નથી થઇ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેમણે લગભગ ના પાડી દીધી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર તેમણે કહ્યું કે, આજે સમગ્ર દેશ ઇચ્છે છે કે મોદી અને શાહની જોડીને હરાવવામાં આવી અને તે માટે જરૂરી છે કે ભાજપ વિરુદ્ધ એક જ ઉમેદવાર ઊભો રાખવામાં આવે, જેનાથી મત વહેંચાય નહી. તેમણે કહ્યું કે, જો દિલ્હીમાં ભાજપ વિરુદ્ધ 2 ઉમેદવારો ઊભા રહે તો તેમાં ભાજપને ફાયદો થાય છે તો આ વાત દરેક પક્ષે સમજવી પડશે.

કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કેજરીવાલે કહ્યું કેસ વિકાસ માટે જો અમારે એલજીના ઘરે ધરણા આપવા પડે તો સરકાર કેમ ચાલશે? તેમણે કહ્યું કે, હવે દિલ્હીના લોકોના હાથમાં ચાવી છે, મારી દિલ્હીના લોકોને વિનંતી છે કે, આ લોકસભાની ચૂંટણીમાં તમે વડાપ્રધાન બનાવવા માટે મત નહી આપતા. તેમણે દિલ્હીની 7 સીટો માટે લોકો પાસેથી વોટ માંગ્યા. આ પહેલા તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને દિલ્હીની જનતા અને લોકશાહી વિરુદ્ધ ગણાવ્યો. તેમણે કહ્યું અને કાયદાકિય લડાઇ લડીશું.
Gujarat