For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીના રસ્તા પર 8 ફેબ્રુઆરીએ ભારત-પાક વચ્ચે જંગ, ભાજપના ઉમેદવારનુ એલાન

Updated: Jan 23rd, 2020

નવી દિલ્હી, તા. 23. જાન્યુઆરી, 2020 ગુરૂવાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ આપેલા નિવેદનથી વિવાદ જાગ્યો છે.

કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, આઠ ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જોવા મળશે.કપિલ મિશ્રાનો ઈશારો 8 ફેબ્રુઆરીએ થનારા મતદાન તરફ હતો.

આઠ ફેબ્રુઆરીએ મતદાન બાદ 11 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર થવાના છે.આ પહેલા દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીએ પત્ર લખીને ચૂંટણી પંચ સમક્ષ કપિલ મિશ્રાની ફરિયાદ કરી હતી. જેમાં આરોપ મુકાયો હતો કે, કપિલ મિશ્રાએ ખોટુ ઉમેદવારીપત્ર ભર્યુ છે.ઉમેદવારી પત્રની સાથે તેમણે લાઈટ બિલ, પાણી અને ટેલિફોન બિલ બાકી નહી હોવાનુ પ્રમાણપત્ર જમા કરાવ્યુ નથી છતા તેમનુ ફોર્મ સ્વિકારવામાં આવ્યુ છે.

કપિલ મિશ્રા પહેલા આમ આદમી પાર્ટીમાં હતા અને કેજરીવાલની નિકટના મનાતા હતા.તેઓ મંત્રી પણ હતા.2017માં તેમને મંત્રીપદ પરથી હટાવાયા બાદ તેમણે કેજરીવાલ સાથે છેડો ફાંડી નાંખ્યો હતો.ગયા ઓગષ્ટ મહિનામાં તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.

Gujarat