For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને મળતા મતમાં ઘટાડો, જાણો આંકડા

Updated: Feb 19th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.19.ફેબ્રુઆરી 2019, મંગળવાર

છેલ્લી બે લોકસભા ચૂંટણીઓના આંકડા જોતા એક ધ્યાન ખેંચનારુ તારણ એ નિકળ્યુ છે કે મુસ્લિમ ઉમેદવારોને મળનારા મતોમાં ભારે ઘટાડો થયો છે.

બે ચૂંટણીના ટ્રેન્ડને જોતા કહી શકાય કે મુસ્લિમ ઉમેદવારોને લોકો ઓછા મત આપી રહ્યા છે.ભારતમાં મુસ્લિમોની વસતી 14.7 ટકા છે પણ બંને ચૂંટણીમાં થઈને 10 ટકા મુસ્લિમ ઉમેદવારોને રાજકીય પક્ષોએ ટિકિટ આપી હતી.2014માં લોકસભાની ચૂંટણીમાં  માત્ર 22 મુસ્લિમો જ ચૂંટણી જીતી શક્યા હતા.જે અત્યાર સુધીની સૌથી ઓછી સંખ્યા છે.

2009ની લોકસભા ચૂંટણીમાં 41.77 કરોડ અને 2014ની ચૂંટણીમાં 55.38 કરોડો લોકોએ મતદાન કર્યુ હતુ.પરંતુ તેની સામે 2009માં મુસ્લિમ ઉમેદવારોને 2.89 કરોડ અને 2014માં 2.78 કરોડ મત મળ્યા હતા.દરેક મુસ્લિમ ઉમેદવારને 2009માં સરેરાશ 34948 મત અને અન્ય સમુદાયના ઉમેદવારને સરેરાશ 51692 મત મળ્યા હતા. જ્યારે 2014માં મુસ્લિમ ઉમેદવારને 33622 અને અન્ય સમુદાયના ઉમેદવારને સરેરાશ 66280 મત મળ્યા હતા.

રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 2009ની લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને 13.1 લાખ અને 2014ની ચૂંટણીમાં 6.5 લાખ મત મળ્યા હતા.આસામમાં મુસ્લિમોની વસતી 34 ટકા છે પણ અહીંયા પણ મુસ્લિમ ઉમેદવારોને 2009માં 24.4 લાખ અને 2014માં 19.6 લાખ મત મળ્યા હતા.આસામમાં તો 14 બેઠકો માટે 40 મુસ્લિમ ઉમેદવારો પૈકી બે જ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યા હતા.

Gujarat