For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૌરાષ્ટ્રની સૂકી ધરતી પર આભ ફાટયું : ભારે તારાજી

Updated: Sep 13th, 2021

Article Content Image

મેઘરાજાનું રોદ્ર રૂપ : આવો વરસાદ ક્યારેય જોયો નથી, 24 ગામ સંપર્ક વિહોણા, ત્રણનાં મોત, બે લાપતા

જુનાગઢ 18,વિસાવદર 17, રાજકોટ 13 અને ગોંડલ -પડધરીમાં 10, કાલાવડ, જામનગર, જામજોધપુરમાં 25 ઇંચ સુધી ધોધમાર વરસાદ : 4300 કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, 43ને એરલિફ્ટ કરાયા

જામનગરમાં 18 જળાશયોમાં રણજીતસાગર સહિત 17 ડેમ એક દિવસમાં જ ઓવરફ્લો 

રાજકોટ : ત્રણ માસથી મેઘરાજાનો ઈંતજાર કરતા સૌરાષ્ટ્રવાસીઓ પર આજે એક દિવસમાં જ મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે છપ્પર ફાડકે જળવર્ષા કરીને ધરતીને પાણી પાણી કરી દીધી હતી.

રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લામાં 4થી 23 ઈંચ સુધી અતિ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો અન્ય જિલ્લાઓમાં પણ 1થી 4 ઈંચ મેઘવર્ષા થઈ છે. સાંજે પણ વરસાદનું જોર યથાવત્ રહ્યું છે.  વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર માર્ગ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, એસ.ટી.-રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે.

રાજકોટ અને જામજોધપુર પંથકમાં 3 મોટરકારો તણાતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યાનું અને 2 લાપત્તા બન્યાનું જાહેર થયું છે. સેંકડો લોકો પૂરમાં ફસાતા ફાયરબ્રિગેડ, એન.ડી.આર.એફ., એરફોર્સ તથા સૃથાનિક લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધરાયું હતું જે આજે રાત્રિના પણ જારી રહ્યું હતું. ધોધમાર વરસાદથી રાજકોટ, જામનગર, જુનાગઢ શહેર તથા નાના-મોટા ગામો,શહેરોનો પાણી પ્રશ્ન અને  સિંચાઈનો પ્રશ્ન પણ હળવો થયો છે.

વરસાદના પગલે રાજકોટ જામનગર, જેતપુર, કાલાવડ રોડ સહિત અનેક મુખ્યમાર્ગો અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. રાજકોટ,ગોંડલમાં 1700 સહિત હજારો લોકોનું સૃથળાંતર કરાયું હતું. જામજોધપુર તાલુકાના સમાણા ગામે કોઝવે પરથી પસાર થતી કાર લઈને ખરીદી માટે જઈ રહેલા દંપત્તિ કાર સાથે  પાણીમાં તણાતા મોત નીપજ્યાનું  સૂત્રોએ જણાવ્યું છે.

 જ્યારે રાજકોટના કાલાવડ રોડ પર છાપરા ગામ પાસે કારખાને જઈ રહેલા કિશનભાઈ જમનાદાસ (રહે. યુનિ.રોડ તથા શ્યામગીરી મહેશગીરી અને સંજય ડાયાભાઈ બોરીચા નામના બે ડ્રાઈવર સાથે પોતાના પેલીકન કારખાને જઈ રહ્યા હતા ત્યારે ડોન્ડી નદીના પુલ પરથી આઈ-10 કાર પૂલ પાસે પૂરમાં તણાતા એકને બચાવી લેવાયેલ છે જ્યારે કારખાનેદાર સહિત બે વ્યક્તિ અને કારનો રાત્રી સુધી પત્તો લાગ્યો નથી. જ્યારે રાજકોટ તાલુકાના ન્યારા ગામે રહેતા મણીબેન ગમારા નામના મહિલા કાગદડી ગામ પાસે કાર પાણીમાં તણાતા મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે.

જ્યારે રાજકોટ નજીકના છાપરા,ખીરસરા ગામ પાસે પેલીકન નામના કારખાનેદારની આઈ-10 કાર પાણીના પૂરમાં તણાતા તેના વિડીયો વાયરલ થયા હતા. ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર એક વ્યક્તિને બચાવી લેવાઈ છે જ્યારે અન્ય બેની આજે રાત્રિ સુધી હજુ પત્તો લાગ્યો નથી. જામનગર, જામજોધપુર અને કાલાવડના પચીસેક ગામોમાં બારે મેઘ ખાંગા થઈને 22થી 25 ઈંચ વરસાદ  વરસી ગયાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

સત્તાવાર સૂત્રો અનુસાર જિલ્લાના જામનગર શહેરમાં 6 ઈંચ, કાલાવડમાં સૌથી વધુ 15 ઈંચ, ધ્રોલમાં 8 ઈંચ, જોડિયા તાલુકામાં 6.50 ઈંચ, જામજોધપુરમાં 4 ઈંચ,  લાલપુરમાં 3 ઈંચ વરસાદથી ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. જિલ્લાના મોંડા, બાંગા, અલિયાબાડા, ઘુડશિયા, શેખપાટ, કુન્નડ વગેરે ગામોમાં એરફોર્સે વરસતા ધોધમાર વરસાદ વચ્ચે જઈને હેલિકોપ્ટરથી 43 લોકોના જીવ ઉગાર્યા હતા.

જામનગર તાલુકાના જામવંથલી, ચાવડા ગામે અને ધુડશિયા ગામે 2 એસ.ટી. બસો ફસાઈ જતા બસને સલામત સૃથળે ખસેડાઈ હતી.જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી તથા શહેરના માર્ગો પર અટવાતું વરસાદી પાણી અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. 

રાજકોટ જિલ્લામાં લોિધકામાં 18 કલાકમાં 23 ઈંચ ધોધમાર વરસાદથી માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા હતા. લોિધકા તાલુકાના ખીરસરા ,છાપરા પાસે રાજકોટ-કાલાવડ રોડ પર માર્ગો પર ધસમસતા પાણીમાંકારથી માંડીને કાલાવડ રોડ પર ટ્રક સહિતના અસંખ્ય વાહનો ં તણાયા હતા.

જિલ્લામાં કોટડાસાંગાણી તાલુકામાં 10, ધોરાજી તાલુકામાં 12 ઈંચ, ગોંડલમાં 10, ઉપલેટા 8 ઈંચ, જામકડોરણા 6 ઈંચ, જેતપુરમાં 3 ઈંચ વરસાદથી સમગ્ર જિલ્લામાં રાજકોટનો ન્યારી-1 ઉપરાંત ગોંડલનું વેરી તળાવ, ઉપલેટાનો મોજ ડેમ, પડધરી પાસે આજી-3, ડોંડી, ખોડાપીપર સહિતના જળાશયો, વેણુ-2 વગેરે ડેમો ઓવરફ્લો થયા છે.  જિલ્લા તંત્ર દ્વારા અલંગથી પાંચ બોટઅને 15 તરવૈયાઓની ટીમ રાજકોટ શહેર અને ધોરાજીમાં મોકલાઈ હતી. રાજકોટમાં 1355, ગોંડલમાં 250 સહિત જિલ્લામાં 3 હજારથી વધુ લોકોનું સૃથળાંતર કરાયું હતું. 

જુનાગઢ જિલ્લામાં ગીરનાર અને દાતાર પર્વત પર 18 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વિસાવદર 17 ઈંચ, જુનાગઢમાં 7 ઈંચ, માળિયાહાટીના,મેંદરડા, કેશોદમાં 4,  ભેંસાણ, વંથલી અને માણાવદર તાલુકામાં 5 ઈંચ અને માંગરોળમાં 3 ઈંચ વરસાદથી ચોતરફ પાણીના પૂર આવ્યા હતા. વિલિગ્ડન, આણંદપુર, હસનાપુર, નરસિંહ તળાવ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. વહીવટીતંત્રએ ભારે વરસાદના પગલે દામોદાર કુંડ , વિલિગ્ડન ડેમ પર જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. 

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સોમનાથના તલાલા, ગીરગઢડા, વેરાવળ, સૂત્રાપાડા, ઉના, કોડીનારમાં 1થી 2 ઈંચ વરસાદ, દ્વારકાના ભાણવડમાં 1, ખંભાળિયા આૃર્ધો ઈંચ, મોરબી જિલ્લાના ટંકારામાં ધોધમાર 3 ઈંચ, વાંકાનેર અને માળિયા મિયાણામાં દોઢ અને હળવદમાં અર્દો ઈંચ, અમરેલી જિલ્લાના વડીયા 4 ઈંચ, બગસરા 2 ઈંચ જ્યારે લિલીયા, ધારી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા , જાફરાબાદ તાલુકામાં આૃર્ધાથી એક ઈંચ, પોરબંદરના કુતિયાણામાં 2 ઈંચ અને રાણાવાવ તથા પોરબંદરમાં એક ઈંચ વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી એકંદરે ખુશીની લહેર છવાઈ છે. 

દ. ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ : કપરાડામાં 10 ઇંચ

સુરત : આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવનાર મેઘાએ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે તોફાની બેટિંગ કરી હતી. વલસાડના કપરાડામાં 10 ઇંચ વરસાદનિા કારણે ચારેબાજુએ જળબંબાકારની સ્થિતિ સર્જાિ હતી, જેના પગલે 39 માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી.

જ્યારે બીજી બાજુ ઉકાઇ ડેમની સપાટી ખતરનાક લેવલથી ચાર ફૂટ ઓછી એટલે કે 342 ૂટની નજીક પહોંચી ગઇ હતી. ઉકાઇ ડેમના કુલ આઠ દરવાજા ખોલીને 85000 લક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, અને કાકરાપાર ઓવરફ્લો થયો હતો.

સુરત, તાપી અને નવસારીમાં 4 ઇંચ વરસાદ પડયો હતો, જ્યારે કુકરમુંડાની નૈનસીવાડી નદીમાં સિઝનમાં પહેલીવાર નવા નીર આવ્યા હતા. નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું હતું. ડાંગ જિલ્લામાં 11 કોઝવે પાણીમાં ડુબી ગયા હતા. જિલ્લામાં 4 ઇંચ વરસાદના પગલે જિલ્લાની અંબિકા, ખરેરા ્ને પૂર્ણા નદી જેવી નદીઓ ગાંડીતૂર બની હતી. નવસારીમાં ત્રણ ઇંચ વરસાદના પગલે સુપા ગામે પૂર્ણા નદીનો પૂલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

કયા જિલ્લાના ગામને સૌથી વધુ અસર ?

જિલ્લો

અસરગ્રસ્ત ગામ

રાજકોટ

144

જામનગર

58

પોરબંદર

06

જુનાગઢ

05


ગુજરાતમાં પ્રદેશ પ્રમાણે વરસાદ

પ્રદેશ

વરસાદ(ઇંચ)

સરેરાશ

કચ્છ

11.51

66.13%

ઉત્તર

15.36

54.45%

પૂર્વ મધ્ય

17.75

55.92%

સૌરાષ્ટ્ર

18.97

68.74%

દક્ષિણ

39.08

67.91%

સરેરાશ

23.31

64.44%

Gujarat