For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં આજથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સાત દિવસ 'હોમ ક્વૉરેન્ટાઈન' અનિવાર્ય

ભારતમાં કોરોનાના નવા કેસ ૧.૩૦ લાખ, ઓમિક્રોનના કુલ કેસ ૩,૦૦૦

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૪૦ હજાર, દિલ્હીમાં ૧૭,૦૦૦, પશ્ચિમ બંગાળમાં ૧૮,૦૦૦ કેસ : એક્ટિવ કેસ ૪ લાખને પાર

Updated: Jan 7th, 2022

Article Content Image
નવી દિલ્હી, તા.૭
ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ તિવ્ર ગતિએ ફેલાઈ રહ્યો છે અને કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. પરિણામે કેન્દ્ર સરકારે હળવા લક્ષણો અથવા લક્ષણો વિનાના કોરોના દર્દીઓ તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે શુક્રવારે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. કેન્દ્રની નવી માર્ગદર્શિકા મુજબ ભારતમાં આવનારા બધા જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તો પણ સાત દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. બીજીબાજુ દેશમાં શુક્રવારે કોરોનાના નવા કેસ ૧.૩૦ લાખને પાર થયા છે. વધુમાં ઓમિક્રોનના કેસનો આંક પણ ત્રણ હજારને વટાવી ગયો છે.
દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના નવા ૪૦ હજાર કેસ સામે આવ્યા હતા.  દિલ્હીમાં ૧૭,૩૩૫ કેસ નોંધાયા છે, જે ગયા વર્ષે મે પછી ૨૪ કલાકમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ પણ વધીને ૧૭.૭૩ ટકા થઈ ગયો છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના ૧૮,૨૧૩ નવા કેસ સામે આવ્યા છે, જે ગઈકાલની સરખામણીમાં ૨,૭૯૨ વધુ કેસ છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૧૭,૧૧,૯૫૭ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતે શુક્રવારે કોરોના વિરોધી રસીના ૧૫૦ કરોડથી વધુ ડોઝ અપાયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ચાર લાખને પાર થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧ લાખનો વધારો થયો છે. ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અનેક મોટા દેશો માટે પણ આશ્ચર્યજનક હોવાનું મોદીએ જણાવ્યું હતું.
દરમિયાન દેશમાં કોવિડ અને ઓમિક્રોન કેસો સતત વધતા જતા હોવાથી કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રિય પ્રવાસીઓ તેમજ ઓમિક્રોનના હળવા લક્ષણો તથા લક્ષણો વિનાના દર્દીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ ભારતમાં આજથી જ તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ફરજિયાત સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે. ત્યાર પછી આઠમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. નવા સરકારી સરકયુલરમાં જણાવાયું છે કે આ  ઉપરાંત કેટલીક માનક સંચાલન પ્રક્રિયા ૧૧મી જાન્યુઆરી ૨૦૨૨ થી અમલી થશે. જે હવે પછીના આદેશો સુધી ચાલુ રખાશે.
નવા નિયમો પ્રમાણે ભારત આવવા માગતા લોકોએ ઑનલાઇન એર સુવિધા પોર્ટલ ઉપર સેલ્ફ-ડેકલેરેશન ફોર્મમાં એક સંપૂર્ણ તથા વિવરણાત્મક માહિતી આપવી પડશે. તેણે યાત્રા શરૂ કરતાં પહેલાં ૭૨ કલાકમાં કરવામાં આવેલા કોવિડ-૧૯ આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પણ અપલોડ કરવો પડશે. અન્ય વિવરણો ઉપરાંત, જે યાત્રિકોને આગમન પર ટેસ્ટ કરવાની જરૂર હોય તેમણે એર-સુવિધા પોર્ટલ ઉપર ઓનલાઇન ટેસ્ટ પ્રી બુકીંગ કરાવવું પડશે.
દેશમાં કોવિડ અને ઓમિક્રોનના કેસો વધતા ભારતમાં આંતરરાષ્ટ્રીય આગમન માટે વર્તમાન નિયમોમાં સુધારા કર્યા છે. તે પ્રમાણે દરેક યાત્રિકે છેલ્લા ૧૪ દિવસના યાત્રાના વિવરણ સહિત તેમની નિર્ધારિત યાત્રા પૂર્વે ઓનલાઇન સુવિધા પોર્ટલ ઉપર ક સ્વ-ઘોષણા પત્ર (સેલ્ફ ડેકલેરેશન)માં સંપૂર્ણ અને વિગતવાર માહિતી આપવી પડશે.

Gujarat