For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકડાઉનની વચ્ચે મોદી સરકારનું 1.70 લાખ કરોડનું પેકેજ જાહેર

Updated: Mar 26th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર

ભારત સહિત સમગ્ર વિશ્વના મોટાભાગના દેશમાં કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે. આ મહામારી અત્યારસુધી ગુજરાતમાં પણ 3 વ્યક્તિને ભરખી ગઇ છે. કોરોના વધુ પ્રસરે નહીં માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે

આ લોકડાઉનને પગલે દેશની ઇકોનોમીને સૌથી મોટુ નુક્સાન જઈ રહ્યું છે. આ વચ્ચે નિર્મલા સીતારમને કોરોનાને રોકવા માટે 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. કોરાના મહામારીને પગલે સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરાઈ છે. હાલમાં અનુરાગ ઠાકુર અને નાણામંત્રી નિર્મલા સીતારમન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે.

લોકડાઉન બાદથી સરકાર ગરીબો માટે કામગીરી કરી રહી છે. કોરોના પ્રભાવિતો માટે 50 લાખના વીમાની પણ જાહેરાત કરાઈ છે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને લાભ થશે.

દેશના સ્વાસ્થય કર્મીઓ માટે 50 લાખના વીમાની સરકારે જાહેરાત કરી છે. નિર્મલા સીતારમને કહ્યું છે કે ગરીબો સુધી મદદ પહોંચાડવી એ જરૂરી છે. ગરીબોને ભોજન અને નાણાં બંનેની મદદ મળી રહેશે.

ગરીબોને ભોજન અને નાણાં બંનેની મદદ મળી રહેશે. સફેદ કપડાંમાં ભગવાન છે સ્વાસ્થ્ય કર્મીઓ.

- કેન્દ્ર સરકાર દ્વારા 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત

- કોરોના પ્રભાવિતો માટે 50 લાખના વીમાની પણ જાહેરાત કરાઈ

-  ફરજ પર હાજર 20 લાખ સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 લાખનો વીમો

- સફેદ કપડામાં કામ કરતા લોકો આપણા માટે ભગવાન બનીને આવ્યાં છે

- 20 કરોડ મહિલાઓના ખાતામાં આવાતા ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિના જમા થશે

- આવતા ત્રણ મહિના સુધી વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગો માટે 1000 રૂપિયા વધારાના આપવામાં આવશે

- બે હપ્તાઓમાં જમા કરવામાં આવશે આ રૂપિયા

- મનરેગા હેઠળ આવતા મજૂરોની મજૂરી વધારી દેવાઈ છે. 182 રૂપિયાથી વધારે  202 રૂપિયા કરાઈ, ફાયદો 5 કરોડ પરિવારને થવાની આશા છે.

- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો એપ્રિલ મહિનાના હપ્તામાં વધારાના 2000 રૂપિયા તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય કરાયો છે.

- 8 કરોડ ખેડૂતોને ફાયદો થશે. જન-ધન ખાતાથી પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે.

- 20 લાખ કર્મચારીઓને 50 લાખનો વીમો, તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

સસ્તા અનાજની પણ જાહેરાત

-  80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

- કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથીઆગામી ત્રણ મહિના માટે  દરેક વ્યક્તિને  5 કિલો ઘઉં અથવા ચોખા  આપવામાં આવશે

- અગાઉનો પાંચ કિલોનો જથ્થો પણ મળશે.

- 1 કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે.

અગાઉ કરેલી જાહેરાત

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્રને પડેલા ફટકા બાદ રાહત આપવા પેકેજ આપવાની ખાતરી આપી છે. મંગળવારે પત્રકારોને સંબોધિત કરતા સીતારમણે કહ્યું કે વહેલીતકે રાહત પેકેજનું એલાન કરવામાં આવશે. જેમાં ઇન્મક ટેક્સ, જીએસટી લઇને રાહત મળી શકે છે. આ સાથે જ નાણામંત્રાલયે 2018-19ના વર્ષ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ વધારીને 30 જૂન કરી દીધી છે. જ્યારે કે આઇટી રિટર્ન ભરવામાં થનારા વિલંબ બદલ વસુલાતા 12 ટકાના ચાર્જને ઘટાડીને 9 ટકા કરી નાંખ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે કોરાના વાયરસ સાથે જોડાયેલા કાર્યોમાં કંપનીઓ સીએસઆર ફંડનો ઉપયોગ કરી શકે છે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં મદદરૂપ બનશે. 2020માં જે કંપનીઓના ડિરેક્ટરોની મીટિંગ મળી નથી. એ કંપનીઓને નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનું માની કાર્યવાહી નહી કરાય.

આધાર અને પાન કાર્ડને એક સાથે લિન્ક કરવાની તારીખ પણ વધારી દેવાઈ છે. અગાઉ 30 તારીખની ડેડલાઈન હવે વધારીને 20 જૂન 2020 કરી દેવાઈ છે. કોવિડ 19 ફેલાયા બાદ અર્થવ્યવસ્થાની સામે મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. નાણાં મંત્રાલય અને આરબીઆઈ લિક્વિડિટી વધારવા માટે ઘણાં પગલાઓ ભરી રહ્યાં છે. સંક્રમણ વધવાને કારણે દેશના લગભગ તમામ રાજ્યોમાં લોક ડાઉન લાગી ચુક્યુ છે અને કેટલાક રાજ્યોમાં કર્ફ્યુ પણ લાગ્યો છે. આ કારણે ઈન્ડસ્ટ્રીની ઉપર ખરાબ અસર પડી રહી છે.  5 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપની જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરશે તો કોઈ વ્યાજ, પેનલ્ટી કે મોડી ફી નહીં લેવાય. કંપનીઓના ડિરેક્ટરે ભારતમાં ઓછામાં ઓછા 182 દિવસ રહેવું પડશે. જો તેઓ આ કરવામાં નિષ્ફળ રહ્યાં તો નિયમોનું ઉલ્લંઘન ગણાશે. નવી કંપનીઓ બનાવનાર માલિકો માટે ડિક્લેશનનો સમય 6 મહિનાથી વધારીને એક વર્ષ કરી દેવાયો છે.

ભારતીય અર્થવ્યવસ્થાને લાગશે મોટો ફટકો

કોરોનાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ઝટકો લાગી શકે છે. હવે બ્રોકરેજ કંપની યુબીએસ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતની આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘણો ઘટાડો કર્યો છે. યુબીએસે કહ્યુ કે આ દરમિયાન ભારતમાં માત્ર 4 ટકા ગ્રોથ રેટ પ્રાપ્ત થશે. યુબીએસે અગાઉ ભારતના રિયલ જીડીપીમાં વધારો 5.1 ટકા રહેવાનું અનુમાન વર્તાવ્યુ હતુ. અગાઉ એસએન્ડપી, ફિચ અને મૂડીઝ જેવી રેટિંગ એજન્સીઓ પણ ભારતના જીડીપી ગ્રોથ અનુમાનને ઘણું ઘટાડી ચૂકી છે.

બોર્ડની બેઠક આયોજિત કરવાની સમય મર્યાદા હવે સરકારે વધારીને 60 દિવસની કરી દીધી છે. આ છૂટ બે ક્વાર્ટર માટે માન્ય ગણાશે.


Gujarat