For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદીજી, તમને સરકાર પાડવામાંથી ફૂરસદ મળી હોય તો કોરોના અને ઈકોનોમી પર બોલો

Updated: Mar 12th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા.12 માર્ચ 2020, ગુરૂવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.

પ્રિયંકાએ કહ્યુ છે કે, જો સરકાર ગબડાવવામાંથી ફુરસદ મળી હોય તો કોરોના વાયરસના ભારતમાં વધી રહેલા કેસ તેમજ ઈકોનોમી પર પણ પીએમ મોદી જરા બે શબ્દો બોલે.

Article Content Imageપ્રિયંકાએ ટ્વિટર પર લખ્યુ હતુ કે, સેન્સેક્સ ગબડ્યો છે.WHO દ્વારા કોરોનાને મહામારી જાહેર કરાઈ છે. લોકોમાં અફરાતફી છે ત્યારે પબ્લિસિટી કરવામાં હોશિયાર વડાપ્રધાનજી જો ચૂંટાયેલી સરકાર પાડવામાંથી સમય મળ્યો હોય તો દેશ માટે જરુરી બાબતો પર પણ વાત કરે.

કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, આઝાદી બાદ શેરબજારમાં રોકાણકારો માટે સૌથી ખરાબ દિવસ છે.એક દિવસમાં 11 લાખ કરોડ રુપિયાનુ નુકસાન થયુ છે.આ સામાન્ય માણસનો પૈસો છે.ભારતમાં ઈકોનોમીને કોરોના વાયરસ થઈ ગયો છે.

Gujarat