For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં કોરોના મહામારી જાહેર, મહારાષ્ટ્રમાં શંકાસ્પદ મોત સાથે મૃત્યુઆંક ત્રણ થયો

- મૃતકોના પરિવારને ચાર લાખની સહાય જાહેર કર્યા બાદ સરકારે નિર્ણય પાછો લીધો

- બધા જ એરપોર્ટ પર હાઇએલર્ટ, અત્યાર સુધીમાં વિદેશથી આવતા 12 લાખ મુસાફરોનું સ્કીનિંગ કરાયું

Updated: Mar 15th, 2020

Article Content Image

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 26 પોઝિટિવ કેસો સાથે દેશમાં કુલ 96 કેસ 

રાષ્ટ્રપતિ ભવન ખાતે ત્રીજી એપ્રિલે યોજાનારો પદ્મ સન્માન કાર્યક્રમ કોરોનાને કારણે હાલ પુરતો રદ કરાયો

નવી દિલ્હી, તા. 14 માર્ચ, 2020, શનિવાર

ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, અનેક રાજ્યોમાં હાલ કોરોના ફેલાઇ ચુક્યો છે. આ સિૃથતિ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી  હતી.

જો કે નિર્ણયના બે કલાકમાં જ  સરકારે યુ  ટર્ન લઈને જાહેરાત રદ કરી દીધી હતી.  નિયમો મુજબ જ્યારે મહામારી જાહેર કરવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકાર રાજ્યોને આિર્થકથી લઇને દરેક બાબતની મદદ કરતી હોય છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશનમાં કોરોનાને ડિઝાસ્ટર એટલે કે મહામારી તરીકે જાહેર કરવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.  

સરકારે કહ્યું છે કે સરકારે કોરોના (કોવીડ-19) વાઇરસને મહમારી જાહેર કરવાનું નક્કી કર્યું છે, જેથી એસડીઆરએફ (સ્ટેટ રિસ્પોન્સ ફંડ) અંતર્ગત સહાયતા આપી શકાય. આ વાઇરસથી જીવ ગૂમાવનારાના પરિવારને ચાર લાખ અપાશે, આ સહાયમાં એ લોકોનો પણ સમાવેશ કરાશે કે જેઓનું મોત રાહત અભિયાન કે તેની સાથે સંકળાયેલા કોઇ કારણોસર થયું હોય. 

જ્યારે દેશમાં કોરોના વાઇરસના કેસો ધીરે ધીરે વધી રહ્યા છે. શનિવાર સાંજ સુધીમાં 96 લોકોને અત્યાર સુધી કોરોના વાઇરસ લાગી ચુક્યો છે, જેમાં બે કોરોના વાઇરસ દર્દીના મોત થયા છે જ્યારે ત્રીજા એક 71 વર્ષીય વૃદ્ધનું મહારાષ્ટ્રના બુલધાનામાં મોત થયું હતું જેને પણ કોરોના વાઇરસ હોવાની શંકા હતી. આ વૃદ્ધ સાઉદી અરેબિયાથી પરત ફર્યા હતા અને તેમને હાઇ બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટિસ હતો, આ સાથે જ મહારાષ્ટ્રમાં જ 26થી વધુ લોકોને કોરોના વાઇરસ લાગી ગયો છે અન તેઓ સારવાર હેઠળ છે. 

અગાઉ દિલ્હીમાં એક 69 વર્ષીય અને કર્ણાટકમાં પણ એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. પંજાબના સ્વાસ્થ્ય પ્રધાન બલબિરસિંહે કહ્યું છે કે રાજ્યમાં એક શખ્સને કોરોના વાઇરસ હોવાનંુ સામે આવ્યું છે અને તેને અમૃતસરમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

તેલંગાણામાં પણ એક કોરોના વાઇરસનો કેસ સામે આવતા રાજ્યમાં બે લોકોને આ વાઇરસ લાગ્યો છે. કેન્દ્રની સાથે રાજ્ય સરકારો પણ કોરોના વાઇરસ સામે પહોંચી વળવા માટે સતર્ક થઇ ગઇ છે.

નોઇડામાં મેટ્રો સ્ટેશનોને સેનિટાઇઝરથી સાફ કરવામાં આવી રહ્યા છે. જ્યારે દેશભરના એરપોર્ટ હાઇએલર્ટ પર છે અને સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 12 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સ્ક્રિનિંગ કરાયું છે. જ્યારે સરકારે મોટા ભાગના જાહેર કાર્યક્રમોને રદ કરી દીધા છે, ત્રીજી એપ્રીલે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા પદ્મ સન્માન કાર્યક્રમને પણ હાલ પુરતો રદ કરી દીધો છે.

Gujarat