For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંસદ પરિસરમાં કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન, રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી સાંસદો સામેલ

Updated: Jul 22nd, 2021

Article Content Image

- ખેડૂતોના કહેવા પ્રમાણે જ્યાં સુધી ચોમાસુ સત્ર ચાલશે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર જ રહેશે

નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ સતત સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. ગુરૂવારે સંસદનું સત્ર શરૂ થયું તે પહેલા કોંગ્રેસના સાંસદોએ ગાંધી મૂર્તિ પાસે પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ હતું જેમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. 

ખેડૂત આંદોલનકારીઓ આજે જ કૃષિ કાયદાના વિરોધમાં જંતર મંતર ખાતે ધરણા પર બેઠા છે, ખેડૂતો ત્યાં એક સંસદનું આયોજન કરશે. ખેડૂતોના કહેવા પ્રમાણે જ્યાં સુધી ચોમાસુ સત્ર ચાલશે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર જ રહેશે. 

કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે 3 કૃષિ કાયદા બનાવવામાં આવ્યા હતા જેનો અનેક ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે આજથી પ્રદર્શનકારીઓ જંતર-મંતર ખાતે ભેગા થઈ રહ્યા છે. 

કોંગ્રેસ પાર્ટી સતત કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણેય કાયદા પાછા ખેંચી લેવા માગણી કરી રહી છે. સંસદના બંને સદનોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ચોમાસુ સત્રમાં મુખ્યત્વે પેગાસસ જાસુસી કેસને લઈ હોબાળો થઈ રહ્યો છે અને સાથે જ કૃષિ કાયદાને લઈ પણ હંગામો ચાલે છે. 


Gujarat