For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મ.પ્ર.ની કોંગ્રેસ અને ઉ.પ્ર.ની ભાજપની સરકારો 'આતંકી રાજ્ય'ના ઉદાહરણ : માયાવતી

- ઉ.પ્રદેશ સરકારે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર દેશદ્રોહનો ગુનો લગાવ્યો હોવાનો દાવો

Updated: Feb 14th, 2019

Article Content Image

(પી.ટી.આઈ.) લખનઉં, તા. 14 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

બસપના વડા માયાવતીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ભાજપ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની આ બંને સરકારો 'આતંકી રાજ્યો'ના ઉદાહરણ છે તેમને વખોડવા જોઈએ.

અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ૧૪ વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહનો ગુનો નોંધી મધ્યપ્રદેશ સરકારે એનએસએ એક્ટ લગાડયો, મુસ્લિમ વિદ્યાર્થીઓ પર ગૌહત્યાનો આ ગુનો નોંધાયો હતો.

મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે ઉ.પ્રદેશની ભાજપની સરકારની જેમ જ વર્તી. હવે ઉત્તર પ્રદેશ સરકારે ૧૪ એએનયુ વિદ્યાર્થી પર દેશદ્રોહનો ગુનો લગાડયો. આ બંને રાજ્યો આતંકનું ઉદાહરણ છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેટલો તફાવત છે તે લોકોએ સમજવું જોઈએ. અલિગઢમાં એએનયુનાં અસદુદ્દિન ઓવૈસીની મુલાકાત બાદ ૧૪ વિદ્યાર્થી પર દેશદ્રોહનો કેસ કર્યો. મધ્યપ્રદેશના ખંડવામાં ત્રણ મુસ્લિમ યુવકોએ ગૌહત્યાના કેસમાં જેલમાં મોકલાયા.

Gujarat