For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભાની ચૂંટણી માટે દક્ષિણ ભારતમાં ભાજપનું AIADMK સાથે ગઠબંધન

- તમિલનાડુમાં ભાજપ એઆઈએડીએમકેને સાથે રાખી ચૂંટણી લડશે

- રાજ્યમાં ભાજપ, એઆઈએડીએમકે, પીએમકે અને ડીએમડીકે સહિતના પક્ષો લોકસભા ચૂંટણી જંગ લડશે

Updated: Feb 19th, 2019

Article Content Image

નવી  દિલ્હી, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

લોકસભા ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપે પોતાની નીતિ કાયમ રાખવા સાથે સાથે નવા સહયોગી પક્ષોને સાથે લેવા પ્રયાસો હાથ ધર્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કર્યાના બીજા દિવસે ભાજપના અધ્યક્ષ અમિત શાહે તામિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (એઆઈએડીએમકે) સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.ભાજપ આ ગઠબંધનમાં પીએમકે અને ડીએમડીકેને પણ સાથે રાખશે.

અમિત શાહ ચેન્નઈ પહોંચે એ પહેલા જ પીએમકેએ પોતાની માગણી વધારી હતી એવામાં એઆઈડીએમકેએ પોતાના કવોટામાંથી ચાર વધુ  બેઠકો પીએમકેને આપીને સાત લોકસભા બેઠકો આપવાની શરત માન્ય રાખી છે. અગાઉ પીએમકેને માત્ર ત્રણ બેઠક જ આપવાનું નકકી કરાયુ હતું.મંગળવારે ભાજપ અને એઆઈડીએમકેના આ જોડાણની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે  કેન્દ્રીય મંત્રી ષિયુષ ગોયલ દિવસના ચેન્નઈ પહોંચી ગયા હતા અને અમિત શાહે સાંજે પહોંચ્યા હતા.

તામિલનાડુમાં ભાજપ, એઆઈડીએમકે, પીએમકે અને ડીએમડીકે અને અન્ય કેટલાક પક્ષો મળીને ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તામિલનાડુમાં એઆઈએડીએમકે સહિત નાના દળો સાથેના જોડાણની જાહેરાત કરવાના છે. 

ભાજપ, એઆઈએેડીએમે સહિત અન્ય પક્ષો વચ્ચે બેઠકની ફાળવણી પણ નક્કી થઈ ગઈ છે અને ભાજપ અને એઆઈએડીએમકે બંને પક્ષો પોતાના ભાગની બેઠકોમાંથી નાના પક્ષોને પણ બેઠકો ફાળવવા તૈયાર થયા છે.

 આ ફોર્મ્યુલા મુજબ લોકસભાની ૩૯ બેઠકોમાંથી એઆઈડીએમકેને સૌથી વધુ રપ બેઠકો મળવાની છે અને એઆઈડીએમકે પોતાના ભાગની રપ બેઠકોમાંથી જી.કે.વાસનના ટીએમસી પક્ષ,એન. રંગાસ્વામીના એનઆરસી, અને કે.કૃષ્ણાસ્વામીના પીટી પક્ષ જેવા પક્ષોને બેઠકો આપવાનું નક્કી કરાયું છે. 

આ જોડાણમાં ભાજપ જુથના કવોટામાં ૧૪ બેઠકો આવી છે જેમાં ભાજપને ૮, પીએમકેને ૩ અને ડીએમકેને ૩ બેઠકો આપવાનું નક્કી છે.આ ઉપરાંત પોંડિચેરીની એક માત્ર બેઠકને પણ આ જોડાણમાં આવરી લેવાઈ છે અને તે પીએમકેને આપવાનું નક્કી કરાયું છે.

આ રીતે જોઈએ તો તામિલનાડુમાં સત્તાની લડાઈ ભારે રસાકસીભરી બની રહી છે.ડીએમકેએ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે, તો ભાજપે એઆઈએડીએમકે અને અન્ય નાના પક્ષોને સાથે લઈ લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

Gujarat