For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જળવાયુ પરિવર્તનના કારણે ભારતમાં હીટવેવની સંભાવના 30 ગણી વધી ગઈ

Updated: May 24th, 2022

Article Content Image

નવી દિલ્હી, તા. 24 મે 2022 મંગળવાર

ભારતમાં આ વર્ષે માર્ચ મહિનાથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. પાકિસ્તાનમાં પણ આ દરમિયાન ખૂબ ગરમી પડી. મોસમના આ પરિવર્તને વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. હવામાન વિજ્ઞાનીઓએ સંશોધનમાં જણાવ્યુ કે માનવીય ગતિવિધિઓના કારણે ક્લાઈમેટ ચેન્જ થાય છે. ભારત અને પાકિસ્તાનમાં આ પ્રકારના હીટવેવની સંભાવના 30 ગણી વધી ગઈ છે.

ભારત, પાકિસ્તાન, ફ્રાંસ, અમેરિકા, બ્રિટન સહિત અમુક દેશોના 29 વૈજ્ઞાનિકોએ રેપિડ એટ્રિબ્યૂશન સ્ટડીમાં જણાવ્યુ કે પહેલા આ પ્રકારે મોસમમાં અચાનક પરિવર્તનની સંભાવના 3000 વર્ષમાં સરેરાશ એકવાર થતી હતી.  

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાનમાં સમય કરતા પહેલા શરૂ થયેલા હીટવેવના કારણે 90 લોકોના મોત નીપજ્યા. માર્ચ અને એપ્રિલની પ્રચંડ ગરમીના કારણે ભારતનો 70 ટકા ભાગ અને પાકિસ્તાનનો 30 ટકા ભાગ પ્રભાવિત થયો. આનાથી પ્રી-મોનસૂન વરસાદ પર પણ અસર પડી. ભારતમાં સામાન્યથી 71 ટકા ઓછો વરસાદ થયો. પાકિસ્તાનમાં આ આંકડો 62નો રહ્યો. આનાથી ભારતમાં ઘઉંના પાકને નુકસાન થયુ.  

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સમગ્ર દુનિયામાં જે રીતે ગરમી વધી રહી છે. તેને જળવાયુ પરિવર્તને વધુ ગંભીર બનાવી દીધુ છે. આ પ્રચંડ ગરમીના કારણે ખાસકરીને ખુલ્લામાં કામ કરનારા કરોડો મજૂરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આગામી સમયમાં આવી પરિસ્થિતિ વારંવાર પેદા થશે કેમ કે તાપમાન વધી રહ્યુ છે. આપણે આની સામે ઉકેલ મેળવવા માટે વધુ તૈયારી કરવાની જરૂર છે. 

Gujarat