For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પેટર્ન બદલાઈઃ જુન-જુલાઈના બદલે સપ્ટેમ્બરમાં પડે છે વધુ વરસાદ

Updated: Sep 26th, 2022

Article Content Image

- લા-નીના અને અલ-નીનો જેવા પરિબળોના લીધે વરસાદ વધ્યો

- દાયકાના સંદર્ભમાં જોઈએ તો 1901-10 પછી 2011-20ના સમયગાળામાં સૌથી વધુ વરસાદ પડયો 

- સપ્ટેમ્બરમાં વિદાય લેતુ ચોમાસુ હવે ઓક્ટોબરમાં વિદાય લે છે : શિયાળામાં પણ વરસાદની સંભાવના

નવી દિલ્હી : આ વર્ષે બેંગ્લુરુમાં ઓગસ્ટમાં ૩૭૦ મિમી વરસાદ પડયો, આ રેકોર્ડ ૧૯૯૮માં નોંધાયેલા ૩૮૭.૧ મિમીના રેકોર્ડથી થોડો જ પાછળ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં એકથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન ૧૫૦ ટકાથી વધારે વરસાદ પડયો.મહાદેવપુરા, બોમ્મનહલ્લી અને કેઆર પુરમમાં સામાન્ય કરતાં ૩૦૭ ટકા વધુ વરસાદ જોવા મળ્યો. દાયકાઓના દરે જોઈએ તો ૧૯૦૧-૧૦ પછી ૨૦૧૧થી ૨૦૨૦ના દાયકામાં સૌથી વધારે પ્રમાણમાં વરસાદ પડયો છે.

૧૯૨૧-૩૦ પછી સૌથી ભારે વરસાદ ૨૦૧૧થી ૨૦૨૦ના દાયકામાં થયો. રાજધાનીમાં કેટલાક વર્ષો પહેલા સપ્ટેમ્બરના મધ્યાતરથી ચોમાસાની વિદાય થવા લાગતી હતી. ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થઈ હતી. આ વર્ષે ૨૩,૨૪ અને ૨૫ સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. રાજધાનીમાં એક સપ્તાહમાં સામાન્યથી નવ ગણો વધુ વરસાદ પડયો.

ચંદીગઢના હવામાન વિભાગ મુજબ અંબાલામાં ૨૫ સપ્ટેમ્બરે ૨૪ કલાકમાં ૧૦૭.૨ મિમીનો રેકોર્ડ નોંધાયો. આ પહેલા ૨૬ સપ્ટેમ્બરે ૧૯૪૫ના ૨૪ કલાકમાં ૨૨૪.૮ મિ.મી. વરસાદ પડયો હતો. તેના પછી ૭૭ વષામાં ક્યારેય પણ ૨૪ કલાકમાં આટલો ભારે વરસાદ પડયો નથી. 

છેલ્લા કેટલાક વર્ષોથી સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થવા લાગ્યો છે.  અલ-નીનો અને લા-નીના જેવા પરિબળો પણ સપ્ટેમ્બરમાં વરસાદ વધારી રહ્યા છે. 

મોસમ વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ઇક્વેટોરિયલ પેસિફિક રિજયનમાં લા-નીના જેવી સ્થિતિ છે. આ પ્રકારની પરિસ્થિતિ વર્ષના અંત સુધી રહેશે. આ વર્ષે શિયાળામાં પણ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. 

છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસાની વિદાય હવે ઓક્ટોબરમાં થતી જોવા મળી છે. ગયા વર્ષે પણ ચોમાસુ ઓક્ટોબરમાં વિદાય પામ્યું હતું. આ વર્ષે પણ પરિસ્થિતિ એવી જ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૪૦૦ મિમીથી વધારે વરસાદ પડયો હતો. ભારતમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદનું કારણ આર્કટિકના કારા સાગર ક્ષેત્રમાં મોસમી પરિવર્તનો છે. ગરમી દરમિયાન બરફ ઝડપથી પીગળતા સમુદ્રનું આવરણ ખુલી જાય છે. 

ગરમીના સમયમાં આ ફેરફાર વરસાદ માટે અનુકૂળ સ્થિતિઓ બનાવે છે. તેનો પ્રભાવ સમગ્ર ભારતીય ઉપખંડમાં પડે છે. 

અરબ સાગરમાં તાપમાનની જોડે વાયુમંડળમાં ફેરફાર પશ્ચિમી ચોમાસાની હવામાં ભેજમાં વધારો કરી શકે છે. તેથી મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની વધારે સંભાવના છે.  સપ્ટેમ્બરમાં વધારે વરસાદનું કારણ પેસિફિક ઓસન પર લા-નીનો ઇફેક્ટ છે. બીજો અલ નીનોનો મળતો સંકેત છે. ચોમાસાના અંતિમ તબક્કા પછી લા-નીનાની સ્થિતિ ફરીથી ઉભરે તેવી શક્યતા છે. 

Gujarat