For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંસદમાં ભાજપ સાંસદ કિરણ ખેરની અજીબો ગરીબ હરકતો, લોકોએ કહ્યુ, એક્સિડેન્ટલ MP

Updated: Jan 10th, 2019

Article Content Image
નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી 2019, ગુરુવાર

ભાજપના સાંસદ કિરણ ખેરે ચાલુ સત્ર દરમિયાન સંસદની અંદર કરેલી અજીવો ગરીબ હરકતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાંસદો સંસદમાં ક્યારેક કાગળના પ્લેન ઉડાવે છે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આંખ મારે છે અને વંદે માતરમનુ ગાન ચાલતુ હોય ત્યારે આજુ બાજુ જોતા હોય છે.

આ યાદીમાં કિરણ ખેરનુ નામ જોડાયુ છે.કિરણ ખેર ચંદીગઢથી ભાજપના સાંસદ છે.વિડિયોમાં કિરણ ખેરના ચહેરા પર વિચિત્ર એક્સપ્રેશન જોવા મળે છે. એ પછી કિરણ ખેરની મજાક ઉડી રહી છે.એક યુઝરે તો કિરણ ખેરને એક્સિડેન્ટલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ  નામ આપ્યુ છે.
Gujarat