For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડુતોને સંકટમાં મુકી વડાપ્રધાને શરૂ કરી કેશ ફોર વોટ યોજના: ચિદમ્બરમ

Updated: Feb 25th, 2019

નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2019, સોમવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ‘પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ’ યોજનાને લઇને સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે દેશના ખેડુતોને ભયંકર આફતમાં મુક્યાં બાદ હવે ‘કેશ ફોર વોટ’ યોજના શરૂ કરવામાં આવી છે.

ચિદમ્બરમે ટ્વીટ કરી કહ્યં,‘બીજેપી તે સચ્ચાઇમાં જીવી રહીં છે કે હતાશાના સમયે હતાશા ભરેલા પગલા ભરવાની જરૂર હોય છે.’ તેમણે આરોપ લગાવ્યો,‘વડાપ્રધાને કેશ ફોર વોટ યોજના શરૂ કરી છે.

ખેડુતોને દેવાના ભારણમાં નાખ્યા બાદ બીજેપી તેમણે 17 રૂપિયા પ્રતિ દિન, પ્રતિ પરિવારની સામન્ય રકમનો આશરો આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે.’

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જીએસટીના દરમાં કાપ મુકવાને લઇને પણ ચિદમ્બરમે દાવો કર્યો કે,‘બાંધકામ ક્ષેત્ર માટે જીએસટી દરોમાં કાપ. આ જ્ઞાન ત્યારે ક્યાં ગયું હતુ જ્યારે અમે કહ્યું હતું કે અન્ય કેટલાય ઉંચા દરો વડે તેઓ જીએસટીનો મજાક ઉડાવી રહ્યાં છે?’

Gujarat