પાકિસ્તાની ગંભીર કરતૂત, કરોડો રૂપિયાનું હેરોઈન ડ્રોનથી ભારતીય સરહદ ઘૂસાડવાનો કર્યો પ્રયાસ
India-Pakistan Border : પાકિસ્તાને ભારતીય સરહદ પાર કરોડો રૂપિયાના હેરોઈનના પેકેજ ઘૂસાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ સરહદ પર પાકિસ્તાનથી ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા 15 પેકેટ હેરોઈન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા 7.5 કિલો હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયા છે.
ડ્રોનથી ખેતરમાં હેરોઈનના પેકેટ ફેંક્યા
BSF પ્રવક્તાએ ગુરુવારે (17 જુલાઈ) એ કહ્યું કે, ફિરોઝપુરમાં હુસૈનીવાલા સરહદને અડીને આવેલા ટેન્ડી વાલા અને જલ્લોકે ગામ નજીકના ખેતરમાંથી 15 પેકેટ હેરોઈન જપ્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાની ડ્રોને રાત્રે હેરોઈનના પેકેટનો જથ્થો ફેંક્યો હતો. BSFને ડ્રોનની હિલચાલની જાણ થઈ હતી.
𝐁𝐈𝐆 𝐁𝐑𝐄𝐀𝐊𝐓𝐇𝐑𝐎𝐔𝐆𝐇 𝐅𝐎𝐑 𝐁𝐒𝐅 𝐎𝐍 𝐅𝐄𝐑𝐎𝐙𝐄𝐏𝐔𝐑 𝐁𝐎𝐑𝐃𝐄𝐑: 𝐑𝐄𝐂𝐎𝐕𝐄𝐑𝐒 𝐇𝐔𝐆𝐄 𝐐𝐔𝐀𝐍𝐓𝐈𝐓𝐘 𝐎𝐅 𝐇𝐄𝐑𝐎𝐈𝐍
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) July 17, 2025
In a precision-led operation at first light, alert BSF troops executed a tactical sweep near border village Bhanewala, Ferozepur,… pic.twitter.com/Mkes7shk4U
VIDEO : મહારાષ્ટ્ર વિધાનસભામાં મારામારી, ધારાસભ્યોએ એકબીજાને મારી લાતો-મુક્કા, કપડાં પણ ફાડ્યા
અન્ય સ્થળોએ પણ પેકેટ ફેંક્યા હોવાની આશંકા
BSF અને પોલીસે ગુરુવારે સવારે સંબંધિત સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પીળા ટેપમાં લપેટાયેલા 15 પેકેટ હેરોઈન ત્યાં પડેલા મળી આવ્યા હતા અને એક પેકેટનું વજન લગભગ અડધો કિલો હોવાનું કહેવાય છે. BSF એ અન્ય સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, કારણ કે હેરોઈનના વધુ પેકેટ મળવાની શક્યતા છે.
VIDEO : ધીરેન્દ્ર શાસ્ત્રીને પાકિસ્તાનના આરિફે પૂછ્યું- 'હું હિન્દુ બની ગયો, નામ બદલવું જરૂરી?'