For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હથિયારોની દોડમાં પાક બરબાદીના આરે,1971માં જન્મેલુ બાંગ્લાદેશ પણ આગળ નીકળી ગયુ

Updated: Feb 21st, 2019

નવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

ભારતે 1971માં એક ઝાટકે પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા બાદ બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો.

પાકિસ્તાન ભલે ગમે તેટલી ડંફાસો હાંકે પણ હકીકત એ છે કે ભારત સાથે હથિયારોની હોડ અને આતંકવાદને પનાહ આપવાની પાકિસ્તાની શાસકોની જીદના કારણે હવે આ દેશ બરબાદીની કગાર પર આવીને ઉભો છે.

એટલે સુધી કે પાકિસ્તાનના 1947માં જન્મ બાદના કેટલાય વર્ષો પચી 1971માં અસ્તિત્વમાં આવેલુ બાંગ્લાદેશ પણ આર્થિક અને બીજા મોરચે પાકિસ્તાનથી આગળ નિકળી ગયુ છે. જેમ કે જીડીપી ગ્રોથની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશની જીડીપી 7.3 અને પાકિસ્તાનની 5.7 ટકા છે.

બાંગ્લાદેશની વસતી માત્ર 1.05 ટકાના દરે અને પાકિસ્તાનની વસતી દર વર્ષે 2 ટકાના દરે વધી રહી છે.જેની સામે આર્થિક વિકાસના મોરચે પાકિસ્તાન બરબાદ થઈ રહ્યુ છે

બાંગ્લાદેશના લોકોનુ સરેરાશ આયુષ્ય 72 વર્ષ અને પાકના લોકોનુ સરેરાશ આયુષ્ય 66.5 વર્ષ છે.આ મામલામાં તો ભારત પણ બાંગ્લાદેશની પાછળ છે. બાંગ્લાદેશમાં 69 ટકા લોકો અને પાકિસ્તાનમાં માત્ર 46.7 ટકા લોકો સેકન્ડરી એજ્યુકેશન લે છે.

1990માં બાંગ્લાદેશીઓની સરેરાશ માથાદીઠ આવક 850 રુપિયાથી વધી આજે 4040 છે.જ્યારે પાકિસ્તાનની સરેરાશ માથાદીઠ આવક 2060 રુપિયાથી વધીને 5830 રુપિયા પર પહોંચી છે.મતબલ કે આ મામલે પણ બાંગ્લાદેશ બહુ જલ્દી પાક કરતા આગળ વધી જશે.

Gujarat