મતદાન પૂરું થતાં જ 75 વર્ષના ભાજપ ઉમેદવારનું નિધન, ગાંધીજી સાથે થતી હતી તુલના!

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
Mushtaq Bukhari


Mushtaq Ahmad Bukhari dies of Heart Attack: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં સુરનકોટથી ભાજપના ઉમેદવાર મુસ્તાક બુખારીનું નિધન થયું છે. 75 વર્ષીય બુખારી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમણે બુધવારે સવારે પૂંછ જિલ્લાના સુરનકોટના પમરોટ વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પીડીપીના વરિષ્ઠ નેતા અને મેંધાર વિધાનસભાના પક્ષના ઉમેદવાર એડવોકેટ નદીમ રફીક હુસૈન ખાન અને અન્ય પક્ષોના નેતાઓએ બુખારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

બુખારી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા 

જમ્મુ ક્ષેત્રમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક સુરનકોટથી ભાજપે બુખારીને મેદાનમાં ઉતાર્યા હતા. બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા બુખારીને એક સમયે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાના નજીકના સહયોગીઓમાંથી એક માનવામાં આવતા હતા. ચાર દાયકાઓ સુધી નેશનલ કોન્ફરન્સ સાથે જોડાયેલા બુખારી ફેબ્રુઆરી 2022માં અલગ થઈ ગયા હતા. પહાડી સમુદાયને એસટીનો દરજ્જો આપવા અંગે ફારુક અબ્દુલ્લા સાથે મતભેદને કારણે બુખારીએ નેશનલ કોન્ફરન્સ છોડી દીધી હતી.

આ પણ વાંચો: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ થાય તો ભારત માટે કોણ જરૂરી? જાણો સંપૂર્ણ ગણિત

ગાંધીજી સાથે થતી હતી તુલના

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે બુખારીની તુલના મહાત્મા ગાંધી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા સાથે કરી હતી. ચુગે બુખારીને પરિવર્તનના નેતા ગણાવ્યા હતા અને પહાડી સમુદાય માટે તેમના કામની પ્રશંસા કરતા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં બુખારીના કારણે જ પહાડી સમુદાયને 'વાસ્તવમાં  આઝાદી' મળી હતી.

મતદાન પૂરું થતાં જ 75 વર્ષના ભાજપ ઉમેદવારનું નિધન, ગાંધીજી સાથે થતી હતી તુલના! 2 - image



Google NewsGoogle News