For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપને કોઇની સલાહની જરૂર નથી, તેની પાસે મોદી છે ! : ચિદમ્બરમનો ટોણો

-ભાજપને રિઝર્વ બેંકના ગવર્નરની પણ કોઈ જરૃર નથી

-કોંગ્રેસે હુડ્ડાને રાષ્ટ્રીય સુરક્ષા ટાસ્કફોર્સના વડા બનાવતા જેટલી એ કરેલી ટીકાનો જવાબ

Updated: Feb 23rd, 2019

Article Content Image(પીટીઆઇ) તા.23 ફેબ્રૂઆરી 2019,શનિવાર

સર્જીકલ  સ્ટ્રાઇકની  વ્યુહરચના ઘડનાર ડી.એ.હુડ્ડાને કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા ટાસ્કફોર્સના વડા તરીકેે બનાવતા કેન્દ્રના નાણા મંત્રી જેટલી એ કરેલી ટીકાના જવાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અરૃણ જેટલીએ વળતો ટોણો માર્યો હતો કે ભાજપ પાસે મોદી હોવાથી તેમને કોઇ જ સલાહકાર લેવાની જરૃર નથી.

પૂર્વ નાણા પ્રધાને કહ્યું હતું કે જેટલીએ કોંગ્રેસની ભલે ટીકા કરી હોય, પરંતુ તેમણે એ પણ ઉમેરવાની જરૃર હતી કે ભાજપ પાસે મોદી હોવાથી તેમને કોઇની સલાહની જરૃર પડતી નથી જેટલીએ શુક્રવારે કોંગ્રેસને ટોણો મારતા કહ્યું હતું કે જે પક્ષે દેશ પર પચાસ વર્ષ સુધી રાજ કર્યુ તેને રાષ્ટ્રીય સુરક્ષાનો પાઠ શીખવાની જરૃર ઊભી થઇ છે.'રાષ્ટ્રીય સુરક્ષા અંગે સલાહ આપવા જનરલ હુડ્ડાને કોંગ્રેસે કરેલી વિનંતી અંગે શ્રીમાન જેટલીએ વ્યંગ કર્યો હતો.

પરંતુ તેમણે એ પણ કહેવું જોઇતું હતું કે તેમની પાસે મોદી હોવાથી કોઇની સલાહની જરૃર નથી'. ઉલ્લેખનીય છે કે નિવૃત્ત જનરલ હુડ્ડાને કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમ્યા હતા.

જેટલી પર વળતો પ્રહાર કરતાં ચિદમ્બરમે કહ્યું હતું કે ભાજપને  રિઝર્વ બેંકના વડા તરીકે ડો. રઘુરામ રાજન જેવા નિષ્ણાંતની પણ જરૃર નથી, કારણ કે તેમની પાસે મોદી છે.' ભાજપને આયોજન પંચની પણ જરૃર નથી, કારણ કે તેમની પાસે મોદી છે. તેમને તો નેશનલ સ્ટેટિસ્ટિક કમિશનની પણ જરૃર નથી, કારણ કે તેમની પાસે મોદી છે. તેમને તો ખરેખર કેબિનેટની પણ જરૃર નથી, કારણ કે મોદી છે ને'એમ તેમણે ટ્વિટર પર લખ્યું હતું.

ચિદમ્બરમે લખ્યું હતું કે  મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયે કાશ્મીરી વસ્તુઓ પર પ્રતિબંધ લાદવાની કરેલી જાહેરાત પર મોદી ક્યારે પગલાં ભરશે તેની પણ તેઓ રાહ જુએ છે.

Gujarat