PM મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે સમજૂતી

અબ્દેલ ફત્તાહ અલ-સીસી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ છે

બેઠક પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે પરંપરાગત સ્વાગત થશે

Updated: Jan 25th, 2023

Image : DD News Twitter

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિનું ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ પણ આજે તેમની સાથે થનારી બેઠક અંગે ટ્વિટ કરીને ઉત્સાહ દર્શાવ્યો હતો.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું

પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત છે. અમારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે તમારી ભારતની ઐતિહાસિક મુલાકાત તમામ ભારતીયો માટે ખૂબ જ આનંદની વાત છે. આવતીકાલે અમે આતુરતાથી ચર્ચા કરીશું. 

બેઠક પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે પરંપરાગત સ્વાગત થશે

પીએમ મોદી સાથે વાતચીત પહેલા આજે રાષ્ટ્રપતિ ભવનમાં સીસીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકર પણ સીસી સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે શનિવારે તેમની મુલાકાત પર પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ સિસીની આગામી મુલાકાતથી ભારત અને ઇજિપ્ત વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત અને ગાઢ થવાની અપેક્ષા છે.

    Sports

    RECENT NEWS