For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિહારઃ પરીક્ષામાં કાપલી પહોંચાડવા 20 ફૂટ ઉંચી દિવાલ પર ચઢી ગયા લોકો

Updated: Feb 22nd, 2019

Article Content Imageપટણા,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

બિહાર સરકાર ગમે તેટલા દાવા કરે પણ રાજ્યમાં લેવાતી બોર્ડ પરીક્ષાઓમાં ચોરીઓ ભૂતકાળમાં પણ નથી અટકી અને આ વખતે પણ અટકી રહી નથી.

બિહારમાં થતી ચોરીની જે તસવીરો સામે આવી છે તેમાં એક વ્યક્તિ બિલ્ડિંગમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને કાપલીઓ પહોંચાવા માટે વીસ ફૂટ ઉંચી દિવાલ પર ચઢી ગયેલો નજરે પડે છે.આ અંગેનો વિડિયો પણ વાયરલ થયો છે.આ ઘટના આરા શહેરના મહારાજા કોલેજ કેન્દ્રની છે.એક ન્યૂઝ ચેનલે આ ઘટના કેમેરામાં કેદ કરી હતી.અન્ય એક પરીક્ષા કેન્દ્ર પર તો સ્કૂલની બહાર ભેગા થઈ ગયેલા વાલીઓને હટાવવા માટે પોલીસને લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. બિહારમાં 21 ફેબ્રુઆરીથી શરુ થયેલી બોર્ડ પરીક્ષામાં લગભગ 16લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

Gujarat