For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કરાચી બેકરી નામના કારણે લોકોએ ઉતાર્યો ગુસ્સો, કર્મચારીઓએ ઢાંકી દીધુ નામ

Updated: Feb 23rd, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે દેશમાં રોષ ચરમસીમાએ છે.લોકો પાકિસ્તાનનુ નામ સાંભળતા જ ભડકી ઉઠે છે.આ દરમિયાન જાણીતી કરાચી બેકરી પણ પોતાના નામના કારણે લોકોના ગુસ્સાનો શિકાર બની છે.

કરાચી પાકિસ્તાનનુ એક શહકેર છે.1947માં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે ભારત આવી ગયેલા એક સિંધી વેપારી ખાનચંદ રામનામીએ 1952માં આ બેકરી શરુ કરી હતી.તેઓ કરાચી શહેરના રહેવાસી હતી અને હૈદ્રાબાદ આવી ગયા હોવાથી તેમણે પોતાની બેકરીનુ નામ કરાચી બેકરી રાખ્યુ હતુ.

જેની બીજા શહેરોમાં પણ બ્રાન્ચ છે.આ બેકરી જોકે હવે પોતાના નામના કારણે લોકોના રોષનો ભોગ બની છે.બેંગ્લોરમાં કરાચી બેકરીનુ નામ જોઈને લોકોનુ એક ટોળુ અંદર પહોંચ્યુ હતુ.તેમણે બેકરીનુ નામ બદલવાની માંગ કરી હતી.

લોકોના રોષને પારખી ગયેલા કર્મચારીઓએ તરત જ બહાર સાઈન બોર્ડ પરનુ કરાંચી નામ બેનર વડે ઢાંકી દીધુ હતુ અને લોકોના ગુસ્સાને ઠંડો પાડવા માટે બેકરીના સાઈન બોર્ડ પર તિરંગો પણ લહેરાવ્યો હતો.

Gujarat