For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ ભરી તેજસમાં ઉડાન, બનાવ્યો આ રેકોર્ડ

Updated: Feb 23rd, 2019

Article Content Imageબેંગ્લુરુ,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર

ભારતની બેડમિન્ટન સ્ટાર અને ઓલિમ્પિક મેડલ વિજેતા પી વી સિંધુએ આજે બેંગ્લુરુના એર શોમાં ભારતમાં જ બનેલા ફાઈટર જેટ તેજસમાં ઉડાન ભરી હતી.

પી વી સિંધુએ આ સાથે જ ઈતિહાસ રચ્યો હતો.કારણકે તે તેજસ વિમાનમાં ઉડાન ભરનાર પહેલી મહિલા બની છે.સિંધુ એર શોમાં પાયલોટના યુનિફોર્મમાં જ પહોંચી હતી.તેણે વિમાનની કોકપીટમાં બેસતા પહેલા લોકોનુ અભિવાદન કર્યુ હતુ.લગભગ પાંચ મિનિટ સુધી તે હવામાં રહી હતી.તેણે આ માટે વાયુસેના અને એચએએલનો આભાર માન્યો હતો.

આ પહેલા આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પણ તેજસમાં ઉડાન ભરી હતી.તેજસ વિમાનને ફાઈનલ ઓપરેશનલ ક્લીયરન્સ મળી ગયુ છે.હિન્દુસ્તાન એરોનોટિક્સલ લિમિટેડના અધ્યક્ષ એર માધવને કહયુ છે કે આ વર્ષના અંત સુધીમાં 16 તે્જસ વિમાન વાયુસેનાને સુપરત કરવાની યોજના છે.

Gujarat