For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રામમંદિરને લઈને 26 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Updated: Feb 20th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2019, બુધવાર

અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જીદ વિવાદ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 26 ફેબ્રુઆરીએ થશે કારણ કે જસ્ટીસ એસ.એ.બોબડે રજામાંથી પરત આવી ગયા છે. બોબડે આ મામલે સુનાવણી કરનારા પાંચ જજોની બેચમાં સામેલ છે.

જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ હતુ કે અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જીદ પરીસરના વિવાદિત સ્થળ સહિત 67.703 એકર જમીનનું અધિગ્રહણ કરવા સંબંધી 1993ના કેન્દ્રીય કાનુનની બંધારણીય માન્યતાને પડકારતી નવી અરજી પર આ મામલે પહેલાથી પેન્ડિંગ મામલાઓ સાથે વિચાર કરવામાં આવશે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બેચે આ મુદ્દાને લઇને નવી અરજીને મુખ્ય અરજી સાથે જ સંલગ્ન કરવાનો આદેશ આપ્યો. બેચે કહ્યું આ અરજીને તે બેચ સામે લિસ્ટેડ કરવામાં આવશે. જે આ મામલે વિચાર કરી રહી છે.
Gujarat