For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરહદ વિવાદ: આસામ સરકારે કહ્યું - મિઝોરમની યાત્રા ન કરો, જાહેર કરી એડવાઇઝરી

Updated: Jul 29th, 2021

Article Content Imageનવી દિલ્હી, 29 જુલાઇ 2021 ગુરૂવાર

સરહદ વિવાદને લઈને આસામ અને મિઝોરમ સરકાર વચ્ચે હાલ તંગદીલી ચાલુ છે. આ દરમિયાન, આસામ સરકારે નવી એડવાઇઝરી જાહેર કરીને રાજ્યનાં લોકોને મિઝોરમ ન જવાની સલાહ આપી છે. સરકારે કહ્યું કે તે લોકોની વ્યક્તિગત સલામતી માટે જરૂરી છે. 

મિઝોરમ સરકારે ગૃહ મંત્રાલયને વિનંતી કરી છે કે આસામ સરકારને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને આંતર-રાજ્ય સરહદ પર તૈનાત પોલીસ ટુકડીને વધુ સંઘર્ષ ટાળવા માટે પાછી ખેંચવાના નિર્દેશો જારી કરે.

આ દરમિયાન, આસામમાં સત્તાધારી ભાજપે ગુરુવારે લાંબા સમયથી પડતર સરહદી વિવાદો માટે અગાઉની કોંગ્રેસ સરકારોને જવાબદાર ઠેરવી છે. ભાજપે કહ્યું કે જૂની પાર્ટીએ વિવાદાસ્પદ મામલાને ટાળવા માટે પલાયનવાદી અભિગમ અપનાવ્યો હતો. 

તેમણે આરોપ લગાવ્યો કે આસામના કેટલાય લાખ હેક્ટર વિસ્તારમાં વર્ષોથી સરહદી રાજ્યોએ કબજો જમાવી લીધો છે, કારણ કે આઝાદી બાદ મોટાભાગના સમય સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે ચિંતાના મુદ્દાઓ ટાળવા માટે પલાયનવાદી અભિગમ અપનાવ્યો હતો. બીજી બાજુ, કોંગ્રેસે વળતો પ્રહાર કરતા એ જાણવા માંગ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકારોએ છેલ્લા કેટલાક વર્ષોમાં આ મુદ્દાને ઉકેલવા માટે કંઈ કર્યું નથી.

Gujarat