For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અસદુદ્દીન ઓવૈસીને બે સપ્તાહની જ્યુડિશિયલ કસ્ટડી

- હૈદરાબાદમાં કેટલાક વિસ્તારોમાં તનાવ સર્જાયો

- સાત વર્ષ જૂનો એક કેસ ઊભો હતો

Updated: Feb 19th, 2019

Article Content Imageહૈદરાબાદ તા.19 ફેબ્રુઆરી 2019 મંગળવાર

મજલિસે ઇત્તેદુહાલ મુસ્લિમીનના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીને એક સાત વર્ષ જૂના કેસમાં અદાલતે ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેતાં હૈદરાબાદના લઘુમતિ વિસ્તારોમાં તનાવ સર્જાયો હતો.

જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે તરત આકરાં પગલાં લીધાં હતાં. કેટલાક વિસ્તારોમાં પોલીસ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સના જવાનો તહેનાત કરાયા હતા. તનાવ વધી રહ્યો છે એમ લાગતાં પોલીસની સૂચનાથી સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવી હતી.

કોર્ટના આદેશને માન આપતાં ઓવૈસીએ મેડક જિલ્લા મુખ્યાલયના સાંગારેડ્ડી શહેરમાં કોર્ટ પ્રિમાઇસીસમાં આત્મ સમર્પણ કર્યું હતું. જો કે ઓવૈસીને જેલની સજાની વાત પ્રસરતાં તરત કેટલાક વિસ્તારોમાં દુકાનો બંધ થઇ ગઇ હતી અને તનાવ સર્જાયો હતો.

Gujarat