For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્વદેશી ફાઈટર પ્લેન તેજસમાં આર્મી ચીફ બિપિન રાવતની ઉડાન

Updated: Feb 21st, 2019

Article Content Imageબેંગ્લોર,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

બેંગ્લોરમાં યોજાઈ રહેલા એરો ઈન્ડિયા 2019 શોમાં આજે ભારતીય સેનાના વડા બિપિન રાવતે સ્વદેશી ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી હતી.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તૈયાર કરેલા તેજસ વિમાનને બુધવારે જ મિલટ્રી એવિએશન રેગ્યુલેટર પાસેથી ફાઈનલ ઓપરેશનલ ક્લીયરન્સ મળી ચુક્યુ છે.હવે આ વિમાનને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.ગઈકાલે જ આ ક્લિયરન્સનુ સર્ટિફિકેટ એરો શોમાં  વાયુસેનાના વડા બી એસ ધનોઆને એનાયત કરાયુ હતુ.

તેજસ વિમાનને વર્ષોની મથામણ બાદ ઘરઆંગણે વિકસાવવામાં ભારતને સફળતા મળી છે.વાયુસેનાએ કેટલાક તેજસ વિમાન માટે આ વિમાન તૈયાર કરનારી એચએએલ કંપનીને ઓર્ડર આપેલો છે.

Gujarat