For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ્મીરના આરિફા પાસે પણ PM મોદીનુ ટ્વીટર એકાઉન્ટ, જાણો તેમની કહાની

Updated: Mar 8th, 2020

નવી દિલ્હી, તા. 8. માર્ચ, 2020 રવિવાર 

આજે મહિલા દિવસ નિમિત્તે જે સાત મહિલાઓ પીએમ મોદીનુ એકાઉન્ટ સંભાળી રહી છે તેમાં એક મહિલા કાશ્મીરના આરિફા પણ છે.

સ્નેહા મોહનદાસ અને માલવિકા બાદ હવે આરિફાએ પોતાની વાત પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે.આ એકાઉન્ટ હાલમાં તેમની પાસે છે.

આરિફા જમ્મુ કાશ્મીરની વિલુપ્ત થયેલી શિલ્પકલાને જીવતી રાખવા માટે કામ કરી રહી છે.તેમણે પોતાની વાત રજૂ કરતા કહ્યુ હતુ કે, કાશ્મીરની પરંપરાગત શિલ્પ કલાને જીવીત રાખવાનુ સપનુ મેં જોયુ છે કારણકે તે સ્થાનિક મહિલાઓને સશક્ત બનાવવા માટેનુ એક સાધન છે.

આરિફાએ કહયુ હતુ કે, પરંપરા અને આધુનિકતાનુ મિલન થાય છે ત્યારે ચમત્કાર સર્જાય છે.મેં મારા કામમાં આ વાતનો અનુભવ કર્યો છે.મેં પહેલી વખત હસ્તકલાના પ્રદર્શનમાં દિલ્હીમાં ભાગ લીધો હતો.જેમાં મને સારા ગ્રાહકો મળ્યા હતા.

તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ આપેલી આ કામગીરીથી મારુ મનોબળ વધારે મજબૂત બન્યુ છે.જેનાથી મને કાશ્મીરની શિલ્પ કલાના કારીગરોને વધારે મદદ કરવાની પ્રેરણા મળશે.કાશ્મીરમાં મોટી સંખ્યામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ કલા સારુ માધ્યમ બની શકે છે.

Gujarat