For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આંધ્ર પ્રદેશઃ જગનમોહન સરકારનો મહત્વનો નિર્ણય, '3 રાજધાની' બનાવનારો કાયદો પાછો લેશે

Updated: Nov 22nd, 2021


- વિશાખાપટ્ટનમ, કુરનૂલ અને અમરાવતીમાં અનુક્રમે કાર્યકારી, લેજિસ્લેટિવ અને ન્યાયિક (જ્યુડિશિયલ) રાજધાનીઓની સ્થાપના કરવા માટે એપી વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશી વિકાસ અધિનિયમ (એક્ટ) પાસ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર, 2021, સોમવાર

આંધ્ર પ્રદેશ સરકારે 3 રાજધાની માટે માર્ગ પ્રશસ્ત કરતા કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. જાણવા મળ્યા મુજબ આંધ્ર પ્રદેશ રાજ્યના સોલિસિટર જનરલ સુબ્રમણ્યમ શ્રીરામે વિવાદાસ્પદ કાયદાઓને પાછા લેવા માટેને સરકારના નિર્ણય અંગે ઉચ્ચ ન્યાયાલયને સૂચિત કર્યું છે. 

આંધ્ર પ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ (રદકરણ) અધિનિયમનો ઉદ્દેશ્ય પાછલી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સરકારે 2015ના વર્ષમાં પાસ કરેલા અમરાવતીને રાજ્યની રાજધાની તરીકે વિકસિત કરવાના અધિકારને સમાપ્ત કરવાનો હતો. વિશાખાપટ્ટનમ, કુરનૂલ અને અમરાવતીમાં અનુક્રમે કાર્યકારી, લેજિસ્લેટિવ અને ન્યાયિક (જ્યુડિશિયલ) રાજધાનીઓની સ્થાપના કરવા માટે એપી વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશી વિકાસ અધિનિયમ (એક્ટ) પાસ કરવામાં આવ્યો હતો. 

Gujarat