ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે? ટ્રમ્પના અધિકારીએ જણાવી 'ડેડલાઇન'

India America Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ માટેની વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી હોવાનો સંકેત અમેરિકાએ આપ્યો છે. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ બંને દેશો વચ્ચેની તાજેતરની ચર્ચાઓને ખૂબ જ સકારાત્મક ગણાવી.
પત્રકારો સાથે વાતચીત કરતાં અમેરિકન અધિકારીએ પુષ્ટિ કરી કે, વૉશિંગ્ટન નવી દિલ્હી સાથે પરસ્પર વેપાર સમજૂતી પર કામ કરી રહ્યું છે. સાથે જ ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને લગતી ચિંતાઓનું સમાધાન પણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ભારત સાથે અમારી ઘણી સકારાત્મક પ્રગતિ થઈ છે.
શું ભારત-અમેરિકા ટ્રેડ ડીલ આ વર્ષના અંત સુધીમાં ફાઇનલ થશે?
અમેરિકન અધિકારીએ ડીલ અંગે કહ્યું કે, આ વાટાઘાટોનું પરિણામ કદાચ આ વર્ષના અંત સુધીમાં મળી જશે. મને લાગે છે કે તાજેતરમાં ભારત સાથે અમારી ઘણી સકારાત્મક વાતચીત થઈ છે. બે મુદ્દા પર વાત ચાલી રહી છે. ચોક્કસપણે, અમારી વચ્ચે એક પરસ્પર વેપાર વાર્તા ચાલી રહી છે, પણ રશિયન તેલનો મુદ્દો પણ છે, જેમાં અમે બજારમાં સુધારો જોયો છે. તેથી મને લાગે છે કે અમે થોડો રાહતનો શ્વાસ લઈ શકીએ, જોકે હજી ઘણું કામ બાકી છે. પરંતુ અત્યાર સુધીમાં ઘણી સકારાત્મક પ્રગતિ થઈ ચૂકી છે અને વર્ષના અંત સુધીમાં અમને વધુ પ્રગતિ જોવા મળી શકે છે.'
આ પણ વાંચો: Bypoll Election Results : બિહાર સહિત 7 રાજ્યોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાનું શરૂ
અમેરિકન વહીવટીતંત્ર ભારત સાથે બે સમાંતર મુદ્દાઓ પર કામ કરી રહ્યું છે. એક તો પરસ્પર વેપાર વાટાઘાટો: જેનો હેતુ સામાન્ય રીતે દેશો વચ્ચેના ટેરિફ અને બજારની પહોંચને સંતુલિત કરવાનો છે. તેમજ બીજું રશિયન તેલ: રશિયન તેલને લઈને ભારત પર દબાણ બનાવવાનો મુદ્દો.
2024માં અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર લગભગ 190 બિલિયન યુએસ ડૉલર સુધી પહોંચી ગયો હતો અને બંને દેશોએ દ્વિપક્ષીય વાણિજ્યને વધારવાની વાત કરી છે.

