For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના મહામારીમાં દર્દીઓ પાસેથી લૂંટ મચાવી રહી છે એમ્બ્યુલન્સ, 10 કિલોમીટરના 10,000 રૂપિયા

Updated: Jul 20th, 2020

નવી દિલ્હી, તા. 20 જુલાઇ 2020, સોમવાર

દેશભરમા કોરોના મહામારી વચ્ચે એવી ફરીયાદ આવી રહી છે, જેમા દર્દી પાસેથી 10-15 કિલોમીટર માટે એટલા વધારે પૈસા લેવામા આવે છે કે, તે પૈસાથી ફલાઇટ મારફતે યૂરોપ જઇ શકાય.

કેટલાક રાજ્યોમા એમ્બ્યુલન્સનો ખર્ચ નિયંત્રણ કરવા માટે યોગ્ય પગલા લેવામા આવ્યા છે. જો કે કેટલાક રાજ્યોમા આ ચાર્જ ફી નક્કી કરવામા આવી હોવા છતાં તેઓ નિયમને નેવે મૂકીને વધુ પૈસા વસુલી રહ્યા છે.

મુંબઇમા 10-15 કિમી માટે 30,000 ચાર્જ

મુંબઇમા જ્યારે કોરોનાનુ સંક્રમણ ટોચ પર છે, ત્યારે 10-15 કિલોમીટરના અંતર માટે દર્દીઓ પાસેથી 30,000 રૂપિયા એટલે કે એક કિલોમીટર માટે 3,000 રૂપિયા સુધીનો ચાર્જ લેવાની ફરિયાદ આવી રહી છે. ત્યાર બાદ અંતે મહારાષ્ટ્ર સરકારએ આ બાબતે નિર્ણય લેવો પડ્યો. જૂનના અંતમા પુણેના એક કોવિડ દર્દી માટે શહેરના અંદર 7 કિલામીટર માટે 8,000 રૂપિયા લેવામા આવ્યા.

બેંગ્લોરમા 6 કિલોમીટર માટે 15,000 રૂપિયા ચાર્જ

બેંગ્લોરમા એક વ્યક્તિએ પોતાની 54 વર્ષીય માતાને 6 કિલોમીટર દૂર આવેલી ખાનગી હોસ્પિટલ પહોંચાડવા માટે 15,000 રૂપિયા આપ્યા. કલકત્તામા કોરોના દર્દીઓ માટે 5 કિલોમીટર સુધી આવવા-જવા માટે 6,000 થી 8,000 સુધીનો ચાર્જ લેવામા આવ્યો.

ફક્ત એમ્બ્યુલન્સ જ નહીં, પરંતુ પીપીઇ કિટ માટે અલગથી 3,000 રૂપિયા

આ લૂંટ ફક્ત 20-25% ભાડુ લેવાની જ ફરિયાદ નથી, પરંતુ ખાનગી એમ્બ્યુલન્સમા તો ડૉક્ટર, હેલ્પર, પીપીઇ કિટ, તેમજ સેનિટાઇઝર કરવા માટે અલગથી 3,000 રૂપિયા લેવામા આવે છે.

હૈદરાબાદમા તો એક વ્યક્તિ પાસેથી પોતાના ફેમિલી મેમ્બર માટે એક હોસ્પિટલેથી 20 કિલોમીટર દૂર સિકંદરાબાદના ગાંધી હોસ્પિટલ જવા માટે એક પ્રાઇવેટ ઓપરેટરે 11,000 રૂપિયા ખર્ચ લીધો હતો.  


Gujarat