For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

150 વર્ષના મગર ગંગારામના મોતથી ગામલોકો ડુબી ગયા શોકમાં, કાઢી અંતિમ યાત્રા

Updated: Jan 10th, 2019

Article Content Image
રાયપુર, તા. 10 જાન્યુઆરી 2019, ગુરુવાર

150 વર્ષના મગરની મોત બાદ શોકમાં ડુબી ગયેલા છત્તીસગઢના એક ગામના લોકોએ તેની અંતિમ યાત્રા કાઢી હતી. મગર સાથે લોકોનુ આ પ્રકારના ભાવનાત્મક જોડાણનો કદાચ આ પહેલો કિસ્સો હશે.છત્તીસગઠના બાબા મોહતરા નામના ગામના તળાવમાં જ વર્ષોથી રહેતા મગરને લોકો ગંગારામ કહીને બોલાવતા હતા.150 વર્ષના મગરનુ વજન લગભગ અઢી ક્વિન્ટલ હતુ અને તે 10 ફૂટ લાંબો હતો.

મંગળવારે સવારે કેટલાક લોકો જ્યારે તળાવમાં નહાવા ગયા ત્યારે મગર મચ્છનો મૃતદેહ જોયો હતો.એ પછી વન વિભાગ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તેનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતુ. એ બાદ મગરમચ્છની ટ્રેક્ટરમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.લોકો રીતસરના રડતા પણ જોવા મળ્યા હતા.હવે લોકોએ તેનુ એક મંદિર બનાવવાનુ પણ નક્કી કર્યુ છે.

ગંગારામ માટે લોકોનુ કહેવુ છે કે તેને તળાવ કિનારે આવેલા મંદિરના મહંતે આ નામ આપ્યુ હતુ.જ્યારે પણ મહંત તેને બોલાવતા તો તે તરીને તળાવના કિનારે આવી જતો હતો.મગરે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યુ નહોતુ.ગામના બાળકો તળાવમાં નહાવા જતા તો તે તેમની સાથે પાણીમાં મસ્તી કરતો હતો.
Gujarat