For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અજિત ડોવાલના પુત્રની કંપનીમાં પાકિસ્તાનનો અબ્બાસ પાર્ટનર છે

- શૌર્ય ડોવાલની ભૂતપૂર્વ કંપની ઝ્યુસ કેપિટલમાં પણ અબ્બાસ પાર્ટનર હતો

- પાકિસ્તાની બિઝનેસમેન સાથે શૈર્ય ડોવાલની ભાગીદારી અંગે ભાજપનું મૌન

Updated: Feb 20th, 2019

નવી દિલ્હી તા.20 ફેબ્રુઆરી 2019 બુધવાર

નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોવાલનો પુત્ર શૌર્ય ડોવાલ જેમિની ફાઇનાન્સિયલ સર્વિસિસમાં ભાગીદાર છે. 

આ કંપની પાકિસ્તાની નાગરિક સૈયદ અલી અબ્બાસ અને પ્રિન્સ મિશાલ બિન અબ્દુલ્લાહ બિન તૂર્કી બિન અબ્દુલઅઝીઝ અલ સૌદની પણ ભાગીદારી છે. એમાં અજિત ડોવાલનો પુત્ર શૌર્ય પણ ભાગીદાર તરીકે જોડાયેલો છે.

સૈયદ અલી અબ્બાસ હાલ દૂબઇમાં વસે છે અને જેમિની કોર્પોરેટ ફાઇનાન્સનો ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર છે. આ કંપનીનું વડું મથક દૂબઇ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશનમાં જ આવેલું છે.



યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની પ્રતિષ્ઠિત વ્હૉર્ટન સ્કૂલમાંથી એમબીએ થયેલો અબ્બાસ ડોવાલની અગાઉની કંપની ઝ્યુસ કેપિટલમાં પણ ભાગીદાર હતો. આ ઉપરાંત અબ્બાસે એબીએન એમરો, અર્ન્સ્ટ એન્ડ યંગ, કારગિલ અને પ્રાઇસ વોટર હાઉસ કુપરમાં કામ કર્યું છે. ગ્લોબલ બ્લૉકચેઇન બિઝનેસ કાઉન્સિલનો એ સ્થાપક સભ્ય છે અને આ કાઉન્સિલમાં એને પાકિસ્તાનના પ્રતિનિધિ તરીકે ઓળખાવાયો છે.

લગભગ દરેક બાબતોમાં પાકિસ્તાનને વખોડતા ભાજપના કહેવાતા માથાભારે પરિબળો નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોવાલનો પુત્ર એક પાકિસ્તાની વેપારીનો ભાગીદાર છે એ મુદ્દે કેમ ચૂપ બેઠાં છે એ એક મોટું રહસ્ય છે. 

Gujarat