For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હવાઈ મુસાફરી કરનારાઓને હવે તમામ ફ્લાઈટમાં મળશે ભોજન, અખબાર જેવી સુવિધાઓ

Updated: Nov 17th, 2021


- કોરોનાના ઘાતક પ્રસારના સમયમાં આવી તમામ પ્રકારની સુવિધાઓ પર રોક લગાવી દેવામાં આવી હતી 

નવી દિલ્હી, તા. 17 નવેમ્બર, 2021, બુધવાર

દેશના લાખો ડોમેસ્ટિક હવાઈ મુસાફરો માટે એક ખુશખબર છે. નાગર વિમાનન મંત્રાલયે એરલાઈન્સીઝને હવે તમામ ફ્લાઈટમાં ખાવા-પીવા, ન્યૂઝપેપર જેવી સુવિધાઓ આપવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ વર્ષે 15 એપ્રિલના રોજ એ તમામ ફ્લાઈટમાં ખાવા-પીવાની વસ્તુઓના વિતરણ પર પ્રતિબંધ મુકી દીધો હતો જે 2 કલાક કે તેના કરતા ઓછી અવધિની હતી. 

મંત્રાલયે મંગળવારે તમામ એરલાઈન્સીઝને કોઈ પણ પ્રકારની રોકટોક વગર આ માટેની મંજૂરી આપી દીધી છે. દેશમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડા અને વેક્સિનેશનના ઉંચા આંકને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. 

નાગર વિમાનન મંત્રાલયના અહેવાલ પ્રમાણે એરલાઈન્સીઝ હવે ફ્લાઈટમાં પેસેન્જર્સને ફુડ ખાણી-પીણી ઉપરાંત ન્યૂઝપેપર જેવું રીડિંગ મટીરિયલ પણ ઉપલબ્ધ કરાવી શકે છે. 

મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે, 'ડોમેસ્ટિક રૂટ્સ પર ફ્લાઈટ્સ ચલાવી રહેલી એરલાઈન્સ હવે કોઈ પણ પ્રકારની ઉડાન અવધિની રોકટોક વગર પ્લેનમાં ખાણી-પીણીની સેવાઓ આપી શકશે.' આદેશ પ્રમાણે એરલાઈન્સ હવે ન્યૂઝપેપર, મેગેઝીન જેવું રીડિંગ મટીરિયલ પણ પ્લેનની અંદર વિતરિત કરી શકશે. 

ઉલ્લેખનીય છે કે, કોરોનાના ઘાતક પ્રસારના સમયમાં આવી તમામ પ્રકારની સુવિધાઓ પર રોક લગાવી દેવામાં આવી હતી જેના કારણે સંક્રમણના ફેલાવાની આશંકા રહેતી હોય. 

એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગર વિમાનનને એવી સલાહ આપી હતી કે, હવે 2 કલાક કરતા ઓછી અવધિની ફ્લાઈટમાં પણ ફુડ સર્વિસ આપી શકાશે. 

Gujarat