For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PoKમાં એર સ્ટ્રાઈક બાદ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક યોજાઈ

Updated: Feb 26th, 2019

Article Content Imageશ્રીનગર, તા. 26 ફેબ્રુઆરી 2019 મંગળવાર

ઈન્ડિયન એરફોર્સના ફાઈટર જેટ તરફથી LoC પાર કરીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર હુમલો કરીને પાકિસ્તાનમાં તબાહી મચાવી દીધી છે.

સૂત્રો અનુસાર 26 ફેબ્રુઆરીની રાત્રે લગભગ સાડા ત્રણ વાગે ઈન્ડિયન એરફોર્સ મિરાજ 2000 ફાઈટર જેટે એલઓસી પર આવેલા આતંકી ઠેકાણા પર કેટલાક હુમલા કર્યા અને તેમને સમગ્ર રીતે નષ્ટ કરી દીધા છે. જેટ સમગ્ર રીતે સુરક્ષિત પોતાની સરહદમાં પાછા આવી ગયા છે.

ગૃહ મંત્રી રાજનાથ સિંહ, નાણાં મંત્રી અરૂણ જેટલી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને NSAની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે CCSની બેઠક ચાલી. આ બેઠકમાં આગળની રાજનીતિ પર ચર્ચા થઈ. પાકિસ્તાન આ કાર્યવાહી બાદ જવાબી કાર્યવાહીનો પ્રયત્ન કરી શકે છે. 

Gujarat