For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2019ની લોકસભા ચૂંટણી માટે BSP-SPએ MP અને ઉત્તરાખંડ માટે પણ ગઠબંધનની જાહેરાત કરી

- UP પછી MP અને ઉત્તરાખંડમાં પણ BSP-SPનું જોડાણ

- MPમાં BSP 3, SP 26 જયારે ઉત્તરાખંડમાં SP એક બેઠક તથા BSP 4 બેઠકો પર લડશે

Updated: Feb 25th, 2019

(પીટીઆઇ) લખનઉ, તા. ૨૫

Article Content Image

બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ બંનેઓ પક્ષોએ થોડાક દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશમાં સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. 

સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતીની સહીવાળા નિવેદનમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. 

બસપા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં બસપા બાલાઘાટ, તિકમગઢ અને ખજુરાહો એમ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે સપા બાકીની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. એટલે કે સપા મધ્યપ્રદેશમાં ૨૬ બેઠકો પર ચૂંટણી લડશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી 

બસપા ૩૮ જ્યારે સપા ૩૭ બેઠકો પર ચૂંટણી લડશે. 

ઉત્તરાખંડમાં લોકસભાની પાંચ બેઠકો છે. તે પૈકી ફક્ત એક બેઠક પૌડી ગઢવાલ બેઠક પર સપા જ્યારે બાકીની ચાર બેઠકો પર બસપા પોતાના ઉમેદવારો ઉભા રાખશે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મધ્ય પ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં સપા-બસપાએ કોંગ્રેસથી અલગ ચૂંટણી લડી હતી. જેમાં સપાને એક અને બસપાને બે બેઠકો મળી હતી. જો કે ચૂંટણી પરિણામ આવ્યા પછી કોંગ્રેસની કમલનાથ સરકારે બસપાને ટેકો આપવાની જાહેરાત કરી હતી. 

Gujarat