For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલા બાદ ભારતે માર્યો પાકિસ્તાનના ક્રિકેટને પણ ફટકો

Updated: Feb 17th, 2019

Article Content Image

નવી દિલ્હી,તા.17.ફેબ્રુઆરી 2019, રવિવાર

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના ક્રિકેટને પણ ભારતે ફટકો માર્યો છે. ભારતમાં રમાતી IPLની જેમ પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ નામથી T20 ટુર્નામેન્ટનુ આયોજન થાય છે. જેના પ્રસારણના અધિકાર ડીડી સ્પોર્ટસ ચેનલ પાસે છે. જોકે પુલવામા હુમલામાં પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી સંગઠનનો હાથ હોવાનુ બહાર આવ્યા બાદ હવે ડીડી સ્પોર્ટસે આ ટુર્નામેન્ટનુ પ્રસારણ બંધ કરવાનુ નક્કી કર્યુ છે. જેનાથી પાકિસ્તાની ક્રિકેટને ફટકો પડશે.

ડીડી સ્પોર્ટસના અધિકારીઓએ આ વાતને સમર્થન આપતા કહ્યુ છે કે ટુર્નામેન્ટનુ પ્રસારણ અટકાવવાનુ નક્કી કરાયુ છે. જોકે આ નિર્ણયનો હજી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કોઈ જવાબ આપ્યો નથી.આમ તો આઈપીએલમાં પાક ખેલાડીઓ પર પહેલેથી જ પ્રતિબંધ મુકાયેલો છે ત્યારે હવે પાક ટુર્નામેન્ટ પણ ભારતમાં નહી દેખાડવામાં આવે. ટુર્નામેન્ટનુ 14 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી આયોજન કરાયુ છે.જેમાં પાકિસ્તાનની 6 ટીમો ભાગ લઈ રહી છે.
Gujarat