For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PFI પર ફરી એક્શન: 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170ની અટકાયત

Updated: Sep 27th, 2022

Article Content Image

- તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 13 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને 100 થી વધુ PFI કાર્યકરોની અટકાયત કરી હતી

નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ આજે ફરી એકવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આજે લગભગ 170 સદસ્યોની અટકાયત કરી છે આ દરમિયાન 8 રાજ્યોમાં પોલીસે દરોડા પાડ્યા છે. તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 13 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને 100 થી વધુ PFI કાર્યકરોની અટકાયત કરી હતી.

Article Content Image

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યોની પોલીસે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આસામ, દિલ્હી અને કર્ણાટકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હિંસક પ્રદર્શનના આયોજન સાથે સંબંધિત ઈનપુટ મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. સવારે 6:00 વાગ્યા સુધી 7:00 રાજ્યોમાં 200 સ્થળોએ દરોડા પાડીને 170થી વધુ કેડર્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

નોટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, PFIએ સરકાર વિરુદ્ધ હિંસક જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. NIA, પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ 8 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આસામથી 7 PFI નેતાઓની ધરપકડ કરી છે. કર્ણાટકમાં 45 સદસ્યોની અટકાયત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા અથવા અટકાયત કરાયેલા આ પીએફઆઈ નેતાઓએ NIAને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પહેલા વિરોધ પ્રદર્શનો કર્યા હતા અથવા સ્થાનિક સ્તરે તણાવમાં વધારો કર્યો હતો.

Article Content Image

પૂણેમાં રાજ્યની પોલીસે કથિત ફંડિગ મામલે પૂછપરછ માટે 6 PFI સમર્થકોને કસ્ટડીમાં લીધા છે. યુપીના સિયાના અને સારુપુરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત મેરઠ, બુલંદશહેર અને સીતાપુરમાંથી ઘણા સંદિગ્ધોની અટકાયત કરવામાં આવી છે. અહીં રાજધાની દિલ્હીના શાહીન બાગ અને જામિયા સહિત ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન લગભગ 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.


Gujarat