For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુપ્રીમના ચુકાદા બાદ આધાર કાર્ડ ક્યાં ફરજિયાત અને ક્યાં મરજિયાત...જાણો એક ક્લિક પર

Updated: Sep 26th, 2018

Article Content Imageનવી દિલ્હી, તા. 26. સપ્ટેમ્બર 2018 બુધવાર

આધાર કાર્ડ અંગે સુપ્રીમ  કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સૂર સ્પષ્ટ છે કે તમામ જગ્યાએ આધાર કાર્ડ અનિવાર્ય નથી અને કેટલીક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. જેમ કે 

-- સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે આધાર કાર્ડ બંધારણીય છે પણ તેને કોઈ પણ જગ્યાએ ફરજીયાત બનાવી શકાય નહી. મતલબ કે આધાર કાર્ડ એક ઓળખ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

-- મોબાઈલ નંબર લેવા, બેન્ક એકાઉન્ટ ખોલવા માટે આધાર કાર્ડ જરૂરી નથી. જો કોઈની પાસે આધાર કાર્ડ નથી તો પણ તે ખાતુ ખોલાવી શકાય છે.

-- ખાનગી કંપનીઓ આધાર કાર્ડ માટે ફરજ પાડી શકે નહી.કોર્ટે આ માટેની જોગવાઈ જ ખતમ કરી નાંખી છે. મતબલ કે હવે પેટીએમ, ખાનગી બેંકો કે કંપનીઓ આધારની ફરજીયાત માંગણી નહી કરી શકે.

-- સ્કૂલમાં 6 થી 14 વર્ષના બાળકોના પ્રવેશ માટે આધાર કાર્ડની માંગણી સ્કૂલ નહી કરી શકે.

-- આધાર કાર્ડની નકલ કરવાનો કોઈ ખતરો નથી.આધાર કાર્ડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

-- cbse,neet, ugc દ્વારા કોઈ પણ પરીક્ષા માટે આધાર કાર્ડ ફરજીયાત નહી કરી શકાય

-- ઈન્કમટેક્સ રીટર્ન ભરવા માટે આધાર કાર્ડ હોવુ જરુરી છે

-- પાન કાર્ડ બનાવવા માટે પણ આધાર કાર્ડ જરુરી છે

-- સરકારી યોજનાઓનો લાભ લેવા આધાર કાર્ડ જરુરી 

Gujarat