For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બંગાળના ઉપસાગરમાં જાગેલું તોફાન તમિળનાડુનાં મમલાપુરમ્ પાસે શનિવારે મધ્ય રાત્રીએ ત્રાટકશે

Updated: Dec 9th, 2022

Article Content Image- કેટલાએ સ્થળોએ રેડ એલર્ટ જાહેર કરાયો છે

- બંગાળના ઉપસાગરમાં જાગેલું તોફાન તમિળનાડુનાં મમલાપુરમ્ પાસે શનિવારે મધ્ય રાત્રીએ ત્રાટકશે, ભારે તબાહીની ભીતી વ્યાપી છે

ચેન્નાઈ, તા. ૯

બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી તોફાન 'મન-ડાઉસ' જામી રહ્યું છે, અને તે આજે શનિવારે મધરાત પછી તમિળનાડું મમલ્લાપુરમ પાસે આજે મધરાતે કે તે પછી થોડા સમયે ત્રાટકવાની ભીતિ દેખાઈ રહી છે, તે રાત્રીના ત્રણ જિલ્લાઓ ચંગલપટ્ટુ, વિલ્લુપુરમ્ અને કાંચીપુરમ ઉપરાંત પડ્ડુચેરી ઉપર કલાકના ૮૫ કી.મી.ની ઝડપે ત્રાટકવાની ભીતિ સેવાઈ રહી છે. આથી આ જિલ્લાઓમાં હવામાન ખાતાએ રેડ-એલર્ટ જાહેર કરી દીધો છે, તેમજ પુડ્ડુચેરીમાં પણ ચેતવણીરૂપ ધ્વજ ફરકાવી દેવામાં આવ્યો છે.

આ સાથે તમિલનાડુ અને પોંડિચેરીમાં માછમારોને સમુદ્રમાં નહીં જવા જણાવી દેવાયું છે. શાળાઓ અને કોલેજોને પણ રજા રાખવા જણાવી દેવાયું છે.

સરકારે ડીઝાસ્ટર રીલીફ ફોર્સીઝને સાવધ કરી દીધાં છે, અને જાન-માલની ઓછામાં ઓછી નુકશાની થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધાં છે.

પછીથી સરકારે ઉક્ત ૩ જિલ્લાઓ ઉપરાંત ચેન્નાઈ, અને તિરૂવલ્પુર સહિત કુલ ૧૨ જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે.

'મન ડાઉસ' ચક્રવાતમાં મન-ડાઉસ એટલે ખજાનાની પેટી. આ અરેબિક ભાષાનો શબ્દ છે.

પ્રશ્ન સહજ રીતે જ ઉભો થાય કે, 'ખજાનાની પેટી' શા માટે ? તો કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે આ ચક્રવાત જ્યારે ભૂમિ ઉપર પટકાઈને વિખેરાઈ જાય ત્યારે તે સાથે ખેંચાઈ આવેલી અસંખ્ય માછલીઓ ભૂમિ પર વેરાતાં ભોજન ખજાનો હાથ લાગે છે. બીજી સંભાવના તે પણ છે કે ચક્રવાતની ફનેલની ટીમમાં એટલું તો જોર હોય છે કે છીછરા સમુદ્રને તળીયે 'ખંડીય-છાજલી' ઉપર ડૂબેલાં વહાણો ઉપર ખેંચાઈ આવતાં તેમાં રહેલા ખજાના હાથ આવી જાય છે. માટે કદાર ખજાનાની પેટી આથી મન-ડાઉસ શબ્દ હોવા સંભવ છે.

Gujarat