For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પછી ક્યાંથી ગંગા ચોખ્ખી થાય? 66 શહેરોની ગટરોનુ પાણી સીધુ જ ગંગામાં છોડી દેવાય છે

Updated: Jan 10th, 2019

Article Content Image
નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી 2019, ગુરુવાર

ગંગા નદીના સફાઈ અભિયાન પર સરકાર ગમે તે દાવા કરે પણ હકીકત અલગ જ છે.ગંગાને ગંદી કરવાનુ હજી પણ ચાલુ છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નામની સંસ્થાએ 6 સપ્તાહ સુધી કરેલી તપાસ બાદ એવો ઘટસ્ફોટ થયો છે કે ગંગા નદીના કિનારે આવેલા 97 પૈકીના 66 શહેરોમાં કમ સે કમ એક ગટર એવી છે જેનુ પાણી સીધુ ગંગામાં જ છોડી દેવાય છે.

ગંગાની સૌથી ખરાબ હાલત પશ્ચિમ બંગાળમાં છે.અહીંના 40 શહેરોની ગટરનુ પાણી ગંગામાં સીધુ જ છોડાય છે.બીજા ક્રમે 21 શહેરો સાથે યુપી છે.જ્યારે બિહારમાં આવા 18, ઉત્તરાખંડમાં 16 અને ઝારખંડમાં 2 શહેરો છે.

આ અભ્યાસમાં વધુમાં એવુ પણ બહાર આવ્યુ છે કે ગંગા બેસિન વિસ્તારના 19 શહેરોમાં જ એક સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે.33 શહેરોના ઓછામાં ઓછા એક ઘાટ પર કચરાના ઢગલા છે અને 72 શહેરોમાં તો ગંગા કિનારે જ જુની ડમ્પિંગ સાઈટસ હજી પણ છે.
Gujarat