For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં 24 કલાકમાં 44નાં મોત: ઓડિશામાં લોકડાઉન 30મી સુધી લંબાવાયું

- ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 225, નવા 935 સાથે 6,624 કેસ

- કોરોનાના સૌથી વધુ 1364 કેસ, 97 મોત મહારાષ્ટ્રમાં

Updated: Apr 9th, 2020


- કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં લોકોના હરવા-ફરવા પર નિયંત્રણો મૂકાયા

- કર્ણાટક, તામિલનાડુ અને છત્તિસગઢ સહિતના રાજ્યોની પણ લોકડાઉન લંબાવવા અંગે વિચારણા : સર્વેલન્સ વધારાયું


નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર

કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં લોકોના હરવા-ફરવા પર નિયંત્રણો મુકવા અને બહાર નીકળતા લોકો માટે માસ્ક પહેરવો ફરજિયાત બનાવવાની સાથે કેટલાક રાજ્યોએ કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સર્વેલન્સની કામગીરી મજબૂત બનાવી છે. આવા સમયમાં દેશમાં કોરોના વાઈરસથી છેલ્લા ૨૪ કલાકમાં ૪૪નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૨૫ થયો છે જ્યારે નવા ૯૩૫ કેસ સાથે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પણ ૬,૬૨૪  નજીક પહોંચી ગઈ છે. બીજીબાજુ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ૧૪મી એપ્રિલે પૂરું થઈ રહ્યું છે ત્યારે આ લોકડાઉન ૩૦મી એપ્રિલ સુધી લંબાવનાર ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય છે. ઓડિશાએ સ્કૂલોને ૧૭મી જૂન સુધી બંધ રાખવાની પણ જાહેરાત કરી હતી.

કર્ણાટક, તામિલનાડુ અને છત્તિસગઢ સહિત અન્ય કેટલાક રાજ્યોએ પણ ૨૧ દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન તેમના રાજ્યોમાં લંબાવવું કે નહીં તે અંગે આગામી દિવસોમાં અંતિમ નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ૨૪મી માર્ચે જાહેર કરેલા લોકડાઉનનો ગુરુવારે ૧૬મો દિવસ હતો. આ ઉપરાંત ગુજરાત, બિહાર, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ગુરુવારે નવા કેસો નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્ર ૭૨ મોત સાથે ૧,૩૦૦થી વધુ પોઝિટિવ કેસો સાથે ટોચ પર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કોરોનાના કારણે ૧૬૯ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૮૬૫ થઈ છે. મત્રાલયે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦નાં મોત થયા છે જ્યારે ૫૯૧ નવા કેસ નોંધાયા છે. જોકે, પીટીઆઈની ટેલી મુજબ દેશમાં કોરોનાથી લગભગ ૧૯૬ લોકોનાં મોત નીપજ્યાં છે અને પોઝિટિવ કેસની સંખ્યા ૬૪૭૫ થઈ છે. અંદાજે ૬૦૦ લોકો સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

દેશમાં હાલ સૌથી ભયાનક સ્થિતિ મહારાષ્ટ્રની છે. પીટીઆઈના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ લોકોનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૯૭ થયો છે જ્યારે મધ્ય પ્રદેશમાં ૭નાં મોત સાથે મૃત્યુઆંક ૩૦ થયો છે. બંને રાજ્યોમાં અનુક્રમે ૧૨૫ અને ૨૫ લોકો સાજા થયા છે. 

આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૧.૩ લાખ જેટલા ટેસ્ટિંગ કરાયા છે. છેલ્લા દોઢ મહિનામાં પોઝિટિવ કેસોની રેન્જ ૩-૫ ટકા વચ્ચે રહી છે અને તેમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. કોરોના સામે લડવા કેન્દ્ર સરકારની વિવિધ પહેલો અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય મંત્રાલયે ઉચ્ચ સ્તરની ૧૦ મલ્ટી ડિસિપ્લિનરી કેન્દ્રીય ટીમો બનાવી છે અને કોરોના પર નિયંત્રણ લાવવાની યોજનાઓમાં સહયોગ કરવા, હોસ્પિટલ મેનેજમેન્ટ અને વેન્ટિલેટર મેનેજમેન્ટ માટે નવ રાજ્યોમાં મોકલાઈ છે. આ રાજ્યોમાં બિહાર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આઈસીએમઆર મુજબ ભારત કોન્વલસન્ટ પ્લાઝમા થેરપી પર ક્લિનિકલ ટ્રાયલ યોજવા માટેના પ્રોટોકોલને અંતિમ ઓપ આપવાના અંતિમ તબક્કામાં છે. આ થેરપીની પ્રક્રિયામાં કોરોના-૧૯થી સાજા થયેલા દર્દીના બ્લડ પ્લાઝમા ગંભીર રીતે બીમાર દર્દીમાં નાંખવામાં આવે છે, જેથી સારા થયેલા દર્દીના લોહીમાં હાજર ચોક્કસ એન્ટીબોડી બીમાર દર્દીને ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે.

દરમિયાન રાજ્યોમાં કોરોના કેસોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને કારણે તંત્રએ લોકડાઉનના કડક અમલની અને વાઈરસ ફેલાવતા હોટસ્પોટ વિસ્તારોને ઓળખીને તેને સંપૂર્ણપણે સીલ કરવા સહિત આકરા નિયંત્રણો મૂકવાની જાહેરાતો કરી છે. ઓડિશા સરકારે ૧૪મી એપ્રિલે પૂરું થતું લોકડાઉન વધુ બે સપ્તાહ લંબાવીને ૩૦મી એપ્રિલ સુધી કર્યું છે. ઉપરાંત તેણે મહામારીના નિયંત્રણોનો ભંગ  કરનારાઓને બે વર્ષ સુધીની કેદની જોગવાઈનો વટહુકમ બહાર પાડવાની પણ જાહેરાત કરી છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ  સહિતના રાજ્યોમાં લોકો માટે માસ્ક પહેરીને જ બહાર નિકળવાનું ફરજિયાત બનાવાયું છે.  

કોરોના : ભારતમાં સ્થિતિ

રાજ્ય

કેસ

મોત

સાજા થયા

મહારાષ્ટ્ર

૧૩૬૪

૯૭

૧૨૫

તામિલનાડુ

૮૩૪

૨૭

દિલ્હી

૭૨૦

૧૨

૨૫

તેલંગણા

૪૫૩

૧૧

૪૫

રાજસ્થાન

૪૩૦

૪૨

ઉત્તર પ્રદેશ

૪૧૦

૩૧

આંધ્ર પ્રદેશ

૩૪૮

કેરળ

૩૫૭

૯૭

મધ્ય પ્રદેશ

૩૯૭

૩૦

૨૫

ગુજરાત

૨૬૨

૧૮

૨૬

કર્ણાટક

૧૯૭

૩૦

જમ્મુ કાશ્મીર

૧૮૪

હરિયાણા

૧૫૬

૧૮

પંજાબ

૧૩૦

૧૦

૧૮

પશ્ચિમ બંગાળ

૧૦૪

૧૯

બિહાર

૫૧

૧૫

રાજ્ય

કેસ

મોત

સાજા થયા

ઓડિશા

૪૪

ઉત્તરાખંડ

૩૫

આસામ

૨૮

હિમાચલ પ્રદેશ

૨૯

ચંદીગઢ

૧૮

છત્તીસગઢ

૧૮

લદ્દાખ

૧૪

૧૧

ઝારખંડ

૧૩

અંદમાન નિકોબાર

૧૧

ગોવા

પોંડિચેરી

મણિપુર

મિઝોરમ

ત્રિપુરા

અરૂણાચલ પ્રદેશ


કોરોના : વૈશ્વિક સ્થિતિ

દેશ

કેસ

મૃત્યુ

રિકવર

અમેરિકા

,૫૪,૬૦૨

૧૬,૦૭૪

૨૪,૫૬૨

સ્પેન

,૫૨,૪૪૬

૧૫,૨૩૮

૫૨,૧૬૫

ઈટાલી

,૪૩,૬૨૬

૧૮,૨૭૯

૨૮,૪૭૦

જર્મની

,૧૪,૨૫૭

,૩૪૯

૪૬,૩૦૦

ફ્રાન્સ

,૧૨,૯૫૦

૧૦,૮૬૯

૨૧,૨૫૪

ચીન

૮૧,૮૬૫

૩૩૩૫

૭૭,૩૭૦

ઈરાન

૬૬,૨૨૦

,૧૧૦

૩૨,૩૦૯

બ્રિટન

૬૦,૭૩૩

,૦૯૭

૧૩૫

તુર્કી

૪૨,૨૮૨

૯૦૮

,૧૪૨

બેલ્જીયમ

૨૪,૯૮૩

,૫૨૩

,૧૬૪


Gujarat