For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આસામમાં ઝેરી દારૂ પીવાથી સાત મહિલા સહિત 30 લોકોનાં મોત, 50થી વધુ સારવાર હેઠળ

તમામ મજૂરોએ એક જ વ્યકિત પાસેથી દારૃ ખરીદ્યો હતો

સારવાર લઇ રહેલા લોકો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા

Updated: Feb 22nd, 2019


(પીટીઆઇ) ગુવાહાટી, તા. ૨૨Article Content Image

આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ચાના બગીચામાં ઝેરી દારૃ પીવાથી સાત મહિલા સહિત ૩૦ લોકોનાં મોત થયા છે તેમ પોલીસે આજે જણાવ્યું હતું.

જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર ઝેરી દારૃ પીવાને કારણે બીમાર પડેલા અન્ય ૫૦ લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર સારવાર લઇ રહેલા લોકો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 

ભાજપના ધારાસભ્ય મૃનાલ સાઇકિઆએ જણાવ્યું હતું કે ગુરૃવાર રાતે સાલિમિરા ટી ગાર્ડનમાં કામ કરતા ૧૦૦થી વધુ મજૂરોએ ઝેરી દારૃ ગટગટાવ્યો હતો. આ તમામ લોકોએ એક જ વ્યકિત પાસેથી દારૃ ખરીદ્યો હતો 

આ ઘટનાના સંદર્ભમાં પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી છે. આસામના મુખ્યપ્રધાન સોનોવાલે આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. અઆ જિલ્લાના બે એક્સાઇઝ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

ગોલાઘાટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે બિમાર લોકોને લાવવામાં આવ્યા ત્યારે જ ડોક્ટરોને ૧૨ લોકોને મૃત જાહેર કર્યા હતાં. થોડા સમય પછી વધુ ત્રણ અને શુક્રવારના રોજ વધુ ૧૫ લોકોનાં મોત થયા હતાં.

Gujarat