For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોબ લિન્ચિંગ: બિહારના છપરામાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારાયો, કલમ 144 લાગુ

Updated: Feb 6th, 2023

Article Content Image

પટના, તા. 06 ફેબ્રુઆરી 2023 સોમવાર

બિહારના છપરામાં 3 વ્યક્તિઓ સાથે મારપીટ કરવામાં આવી હતી જેમાં એકનું મોત નીપજ્યુ હતુ. આ મામલે બિહાર પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે.

રવિવારે જ પટના પોલીસે આદેશ જારી કરીને માંઝી વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. જેનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.  

સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લા પોલીસ સિવાય બહારના જિલ્લામાંથી બીએએસપી અને એસટીએફ વગેરે દળ મંગાવીને મોટી સંખ્યામાં માંઝી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. 

ત્રણેય યુવકની મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ લોકો રોષે ભરાયા છે. રોષે ભરાયેલા લોકોએ રવિવારે આરોપીના પોલ્ટ્રી ફાર્મને આગચંપી કરી હતી તેમજ આરોપીના ઘરમાં પણ આગ લગાવી દીધી હતી. આ સિવાય 3 અન્ય ઘરોને આગચંપી કરી હતી. વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતુ. 

રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો જેમાં એક મહિલા અને એક પુરુષ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. હોબાળો લગભગ 3 કલાક સુધી ચાલ્યો હતો. 

Gujarat