For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચરો 'ટ્રીટ' કરવામાં થયેલા વિલંબ અને ક્ષતિ માટે પંજાબને 2,000 કરોડનો દંડ

Updated: Sep 23rd, 2022


- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના મુખ્ય ન્યાયમૂર્તિ ગોયેલે કહ્યું : 'સુધરવા માટે અનંતકાળ સુધી રાહ ન જોઈ શકાય'

નવી દિલ્હી : સોલિડ અને લિક્વિડ વેસ્ટમાં થતો વધારો અને તેને 'ટ્રીટ' કરવા માટે લેવાતા પગલામાં થતા વિલંબ અને ક્ષતિ માટે 'નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે' પંજાબની સરકારને રૃા. ૨,૦૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. આ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના મુખ્ય ન્યાયમૂર્તિ એ. કે. ગોયેલના વડપણ નીચેની બેન્ચે આ દંડ ફટકારતા કહ્યું હતું કે, જન સામાન્યના આરોગ્ય ઉપર સીધી જ અસર કરે તેવી સ્થિતિમાં સુધારા-જનક પગલા લેવા માટે અમે અનંતકાળ સુધી રાહ જોઈ જ ન શકીએ.

વાસ્તવમાં પોલ્યુશન કંટ્રોલ કરવાની સરકારની સંપૂર્ણ જવાબદારી છે તે માટે એક સર્વગ્રાહી યોજના હોવી જ જોઈએ પરંતુ તે સમજવામાં જ આવ્યું નથી.

જો તે માટે બજેટમાં ખાધ પડે તો તે માટે એકલાં રાજ્ય સરકારની જ જવાબદારી છે તેમ તેણે એક તરફ ખર્ચ ઘટાડવો જોઈએ તો બીજી તરફ સાધનો વધારવા જોઈએ તેમ પણ બેન્ચે કહ્યું હતું. બેન્ચે કહ્યું કુલ રકમ તો ૨,૧૮૦ કરોડ રૂપિયા જેટલી થાય છે તે પૈકી પંજાબ સરકાર ૧૦૦ કરોડ તો જમા કરાવી જ દીધા છે.જે અનટ્રીટેડ સુએજ એન્ડ સોલિડ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવા માટે આપવા પડયા છે. બાકીના રૃા. ૨૦૮૦ કરોડ તો આગામી બે મહિનામાં હપ્તે હપ્તે આવશે.

Gujarat