For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેરળમાં ચકચારી સગીરા બળાત્કાર કેસના દોષિત પાદરીને 20 વર્ષની જેલ

- પહેલા તો પિતાએ જ બળાત્કાર કર્યો હોવાનો એકરાર કર્યો હતો, પાછળથી નિવેદન ફેરવી તોળ્યું હતું

Updated: Feb 16th, 2019

Article Content Image

કન્નુર, તા.16 ફેબ્રુઆરી, 2019, શનિવાર

કેરળના કન્નુરના કેથોલિક પાદરી રોબિન વડ્ડાકુમચેરીને સગીરા પર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવવાનો ગુનો સાબીત થયો હતો. હવે તેને ૨૦ વર્ષ જેલમાં રહેવું પડશે. 

૫૧ વર્ષના આ પાદરીને અપહરણ અને બળાત્કાર જેવા ત્રણ અલગ અલગ ગુનાઓમાં કુલ ૬૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તમામ ગુનાને એક ગણીને કુલ ૨૦ વર્ષ જેલમાં રહેવું પડશે, એમ સરકારી વકીલે કહ્યું હતું. '

આમ તો જોકે એ ૨૦ વર્ષ જ જેલમાં રહેશે, પરંતુ એ સમજવું મહત્ત્વનું છે કે તેની સામે પોક્સો  ધારા હેઠળ  અપહરણ અને બળાત્કારના ગુના બદલ ૨૦-૨૦ વર્ષની સજા ફટકારાઇ હતી.

વકીલ બીનાએ કહ્યું હતું કે 'કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સગીરાના માતા-પિતા સામે પણ અદાલતી કાર્યવાહી શરૃ કરવી પડશે. જો કે મને ઓર્ડરની કોપી મળી નથી, પણ સગીરાના માતા-પિતા કંઇ છુપાવતા હોય અને તેમણે પોતાની જુબાની બદલી દીધી હશે,એવું મને લાગે છે'. ફેબુ્રઆરી ૨૦૧૭માં પહેલી વાર ઘટના પ્રકાશમાં આવી હતી જ્યારે સગીરાના પિતાએ કહ્યું હતું કે પાદરી અને તેના ચેલાઓના દબાણના કારણે મેં મારી પુત્રીને ગર્ભવતી બનાવી હતી.પરંતુ તપાસ દરમિયાન, પોલીસે પાદરીને જ શકના ઘેરામાં લઇ લેતાં આખી વાત જાહેર થઇ હતી. 

કન્નુરના ચાઇલ્ડ લાઇનના નોડલ ઓફિસર અમલજીત થોમસે કહ્યું હતું કે  અંતે તેમણે પાદરીને જ આરોપી બનાવી દીધો હતો.

'અમે તરત જ કાર્યવાહી શરૃ કરી હતી. કેસમાં સગીરાની નવજાત બાળકી સૌથી મોટો પુરાવો હતો અને તેને રક્ષિત રાખવાની જરૃર હતી. ચાઇલ્ડ વેલફેર કમિટિમાંથી અમે તરત જ પરવાનગી મેળવી લીધી હતી. આગળ જતાં તપાસમાં અમને ખબર પડી કે તેમનું નિવેદન એક સરખું હતું. અંતે અમે પોલીસને એલર્ટ કરી દીધી હતી. જોત જોતાંમાં ફાધર રોબિનની ધરપકડ કરી લેવામાં આવી હતી'એમ તેમણે કહ્યું હતું.

Gujarat