For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

CBI-EDના 'દુરુપયોગ' સામે 14 પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, 5 એપ્રિલે સુનાવણી

Updated: Mar 24th, 2023

Article Content Image

નવી દિલ્હી,તા. 24 માર્ચ 2023,શુક્રવાર

દેશની 14 વિપક્ષી પાર્ટીઓએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો વિપક્ષી રાજકીય પક્ષો વિરુદ્ધ દુરુપયોગ થઈ રહ્યો છે. 

આ અરજી દાખલ કરનારાઓમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, આરજેડી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે.

Article Content Image

શું છે આ અરજીમાં?

અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કાયદા અમલીકરણ તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. આ મામલે 5 એપ્રિલે સુનાવણી થશે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ, ભારત રાષ્ટ્ર સમિતિ અને તૃણમૂલ કોંગ્રેસ જેવા વિરોધ પક્ષો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીની રજૂઆતોની નોંધ લીધી હતી અને અવલોકન કર્યું હતું કે આ પિટિશનનો અમલ થશે. 

સિંઘવીએ કહ્યું, '95 ટકા કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે. અમે ધરપકડ પૂર્વે અને ધરપકડ પછીના માર્ગદર્શિકાની માંગ કરી રહ્યા છીએ.

અરજીમાં વિરોધ પક્ષોનું કહેવું છે કે, વિપક્ષના નેતાઓની ધરપકડ કરવા માટે ED અને CBIનો મનસ્વી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમામ 14 રાજકીય પક્ષોનું કહેવું છે કે, લોકશાહી ખતરામાં છે અને અમે ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા.

કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, જનતા દળ યુનાઇટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે), નેશનલ કોન્ફરન્સએ,સીપીઆઇ,સીપીએમ અને ડીએમકે 14 રાજકીય પક્ષોમાં સામેલ છે જેમણે અરજી દાખલ કરી છે.

Gujarat